ચુડા પંચાયતના ઉપસરપંચ પોતાની ગાડીમાં વિદેશી દારૂ સાથે થોડા મહિનાઓ પહેલા ઝડપાયા હતા. અને તેમના વિરૂદ્ધ ભાવનગર ગંગાજળીયા પોલીસ સ્ટેશનની હદમાં ગુનો નોંધાયો હતો. જ્યારે પંચાયતના સભ્યો પણ ઉપસરપંચને હોદા પરથી દૂર કરવાની લેખિત માંગ કરી હતી. ત્યારે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ઉપસરપંચને હોદા પરથી દૂર કરવાનો હુકમ કર્યો હતો.ચુડા ગ્રામ પંચાયતના ઉપસરપંચ હિતેન્દ્રસિંહ પ્રવીણસિંહ ઝાલા ઉર્ફ મુના કાર્ગો તા.9 -7-2023ના રોજ ભાવનગર ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં દારૂ અંગેનો ગુનો નોંધાયો હતો. જે તે સમય દરમિયાન પોતાના કબજાવાળી કારમાંથી જુદી જુદી કંપનીની વિદેશી દારૂની 360 બોટલો જપ્ત કરાયો હતો. અને તેઓને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા.બીજી તરફ તા. 25- 7-2023ના રોજ ચુડા ગામ પંચાયતના અન્ય 6 સભ્યોએ જિલ્લા પંચાયતમાં વિકાસ અધિકારીને પંચાયત નિયમ મુજબ ઉપસરપંચ હિતેન્દ્રસિંહને હોદ્દા પરથી દુર કરવા જણાવ્યુ હતુ. આથી જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણાએ ચુડા પંચાયતના ઉપસરપંચના હોદા પરથી દુર કરવાનો હુકમ કરતા જણાવ્યું કે, સમાજમા નૈતિકતા ન જળવાયેલી હોય તો તે હોદા પર રહેવાને લાયક નથી તેમ જાણી હિતેન્દ્રસિંહને હોદા પરથી દુર કરવા હુકમ કર્યો હતો.