બુધવાર ના રોજ કાલોલ પોલીસ સ્ટાફ ગોધરા વડોદરા હાઈવે પર નાંની શામળદેવી પાટિયા પાસે પેટ્રોલીંગ મા હતા ત્યારે તેઓને બાતમી મળી હતી કે અતુલ શકિત રીક્ષા નં જીજે ૦૬ એવી ૨૬૬૪ મા ગેરકાયદેસર માલની હેરફેર કરે છે જે બાતમી આધારે વોચ ગોઠવતા અખાધ ગોળ (સડેલો ગોળ) નો જથ્થો ભરેલો હતો જેનું બીલ માંગતા ચાલકે બીલ નહી હોવાનુ જણાવેલ રિક્ષાના પાછળ ના ડાલા ના ભાગે ગોળ માથી તીવ્ર વાસ આવતી હતી ચાલકનુ નામ પુછતા ફીરદોષ સલીમ ભટુક ઉ.વ.૨૯ રે. ગુહ્યા મહોલ્લા ગોધરા નો હોવાનુ જણાવેલ પોલીસે રીક્ષા મા રહેલો જથ્થો ગણતા પુઠા ના ૨૫ કિલો વજન ધરાવતા એક એવા ૩૮ અખાદ્ય ગોળ (કાળાશ પડતો સડેલો ગોળ) ભરેલા બોક્ષ મળી આવેલા જેનુ કુલ વજન ૯૫૦ કીલો ગ્રામ થયેલ જેની કિંમત ૧૯,૦૦૦/ ગણી પુછપરછ કરતા સડેલા ગોળ નો જથ્થો ગોધરા સ્ટેશન રોડ ખાતે જવાહર હોટલ ની બાજુમાં આવેલ ટીનાભાઈની દુકાને થી ભરેલો છે અને કાલોલ ખાતે નગરપાલીકા ની સામે આવેલી પરેશભાઈ ની દૂકાને ખાલી કરવાનો હતો પોલીસે સડેલા ગોળ ના બોક્ષ માથી સેમ્પલ લઈને પરીક્ષણ માટે મોકલી આપી રીક્ષા ની કિંમત ૫૦,૦૦૦/ અને ગોળ ની રૂ ૧૯,૦૦૦/ કુલ રૂ ૬૯,૦૦૦/ નો મુદ્દામાલ જાણવાજોગ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.