ડીસા ના યુવકનું ચંડીસર પાસે અજાણ્યા વાહનની ટક્કરથી મોત મામલે યોગ્ય તપાસ કરવા પરિવારજનોની માંગ
બનાવને છ દિવસ વીતી ગયા હોવા છતાં પણ પોલીસ આરોપીને પકડી શકી નથી પરિવાર જનોએ ધારાસભ્યને કરી રજૂઆત
તાજેતરમાં પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહા મેળો યોજાયો હતો જેમાં લાખોની સંખ્યામાં લોકો પગપાળા અંબાજી ધામે ગયા હતા ત્યારે ડીસા નો એક 23 વર્ષીય યુવાન પણ બુધવારે રાત્રે ડીસા થી પગપાળા અંબાજી જવા નીકળ્યો હતો અને રાત્રિના સમયે ચંડીસર થી કુસ્કલ વચ્ચે પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલક તેને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો આ ઘટનામાં યુવકનું મોત નિપજ્યું છે જોકે આકસ્માત ની ઘટના શંકાસ્પદ હોવાના લીધે મૃતક યુવકના પરિવારજનો એ પોલીસ અને ડીસાના ધારાસભ્યને રજૂઆત કરી તાત્કાલિક યોગ્ય તપાસ કરી આરોપીને પકડવામાં આવે તેવી માંગ કરી છે
સરસ્વતી તાલુકાના ઊંટવાળા ગામના વતની અને હાલ ડીસાની મોઢેશ્વરી સોસાયટીમાં રહેતા દિનેશભાઈ નાઇ રાઠોડ હીરા ઘસી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે તેમનો એક નો એક દીકરો રવિ નાઈ બુધવારે રાત્રે ડીસા થી અંબાજી જવા પગપાળા નીકળ્યો હતો અને મોડી રાત્રે આ યુવાન ચંડીસર થી કુસ્કલ વચ્ચે થી પગપાળા જઈ રહ્યો હતો તે દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલક તેને ટક્કર મારી ફરાર થઈ ગયો આ ઘટનામાં રવિ નાઇ નું મોત નીપજ્યું હતું આ મામલે ગઢ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી તપાસ શરૂ કરી હતી. જોકે આ બનાવ શંકાસ્પદ હોવાનું પરિવારજનોને લાગી રહ્યું છે જેથી આ મામલે મૃતક યુવકના પરિવારજનો એ પોલીસને યોગ્ય તપાસ કરી આરોપીને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી આ બનાવને છ દિવસ વીતી ગયા હોવા છતાં પણ પોલીસ હજુ આરોપી સુધી પહોંચી શકી નથી ત્યારે ગતરોજ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ મૃતક યુવકના પરિવારજનોની મુલાકાત કરી હતી તે દરમિયાન મૃતકના પરિવારજનો એ ધારાસભ્યને પણ યોગ્ય તપાસ કરી તેમને ન્યાય મળે તેવી રજૂઆત કરી હતી..