બનાસકાંઠાના સણવાલ ગામના વર્ધાજી બારોટની હત્યા કેસમાં જામીન પર મુક્ત થયેલા મફાભાઇ ચૌધરીની થયેલી હત્યા મામલે બનાસકાંઠા એલસીબીએ ચાર શખ્સોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લા સરહદી વિસ્તાર માવસરીના સણવાલ ગામના વર્ધાજી બારોટના મર્ડર કેસના જામીન ઉપર છુટેલ મફાભાઇ લુભાભાઇ ચૌધરીએ તારીખ 27/10/2023 ના થરાદ સેસન્સ કોર્ટમાં તારીખ ભરી ને પરત જતા ટડાવ ગામની નજીક મફાભાઈ ને મોટર સાયકલને કેટલાક ઈસમો અલગ અલગ વાહનોથી ટકકર મારી તેમજ પ્રાણ ઘાતક હથિયારો તેમજ ફાયરીંગ કરી મોત નીપજ્યાવ્યુ હતું. જે બાદ આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. જે બાદ ડી.આર.ગઢવી પોલીસ ઇન્સ્પેકટર,એલ.સી.બી.,પાલનપુરનાઓએ અલગ અલગ ટીમો બનાવી આ ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓ ઝડપી લેવા કવાયત હાથ હતી અને ટિમો દ્રારા આ ગુનામાં સંડોવાયેલ કુલ ચાર ઇસમોને બાતમી હકીકત આધારે પોલીસે રાઉન્ડ અપ કરી ઝડપી પાડ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઝડપાયેલ શખ્સો
(1) ભરતકુમાર ઉર્ફ પિંન્ટુ વર્ધાજી લાધાજી બારોટ
(ઉં.વ.34 ધંધો.ખેતી તથા જમીન દલાલી હાલ રહે. થરાદ, ધરણીધર રેસીડેન્સી-૦2, થરાદ-ઢીમા રોડ તા.થરાદ મુળ રહે.સણવાલ તા.વાવ)
(2) દશરથભાઇ બાબુજી લાધાજી બારોટ
(ઉં.વ.34 ધંધો.ખેતી તેમજ વેપાર હાલ રહે.થરાદ, ન્યુ શીવ-શક્તિ સોસાયટી, વિધુત બોર્ડની બાજુમાં થરાદ મુળ રહે.સણવાલ તા.વાવ જી.બનાસકાંઠા)
(3) કીરણકુમાર ભમરજી કરશનજી બારોટ
(ઉ.વ.28 ધંધો.પ્રા.નોકરી રહે.કુવાણા તા.લાખણી)
(4) દિનેશકુમાર હીરાજી જેતાજી બારોટ
(ઉં.વ.૩૫ ધંધો.વકીલાત હાલ રહે.થરાદ, ધરણીધર સોસાયટી-2, થરાદ-ઢીમા રોડ તા.થરાદ મુળ રહે.ઘંટીયાળી થરાદ)