પંચમહાલ તથા મહીસાગર જિલ્લાના પંચાત અને સ્ટેટના વિભાગના ત્રણ રોજમદારો પૈકી પંચમહાલ જિલ્લાના મકાન અને માર્ગ સ્ટેટ ગોધરાની કચેરી વર્ષોથી ફરજ બજાવતા કાભસીહ બારીયા જેઓ તારીખ ૩૦/૬/૦3 તથા ભયજી કાળુ બારીયા તારીખ ૩૧/૭/૦૭ ના રોજ તથા મહીસાગર જિલ્લાના લક્ષ્મણભાઈ સરદારભાઈ ડામોર ને તારીખ ૩૧/૧/૦૫ ના રોજ લાંબા સમયની નોકરી બાદ નિવૃત્ત કરવામાં આવે પરંતુ તેઓને નિવૃત્તિના લાભો જેવા કે ગ્રેજ્યુટી પેન્શન રજાઓ કે મળવાપાત્ર અન્ય કોઈ લાભો આપવામાં આવેલ ન હતા આ કામદારોએ તેમને થયેલા ન્યાય બાબતે કાલોલ ના ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ અને જાણીતા કામદાર નેતા એ .એસ ભોઈ નો સંપર્ક કરી તેમને થયેલ અન્યાય બાબતે રજૂઆત કરતા ફેડરેશન દ્વારા લાગતા વળગતા અધિકારીઓને નિવૃત્તિના લાભો આપવા બાબતે નોટિસ પાઠવેલ પરંતુ તે બાબતે કોઈ યોગ્ય નિર્ણય ન થતા આ ત્રણેય શ્રમયોગી એ ફેડરેશન દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશ દાખલ કરેલ જેમાં કામદારોએ માંગેલી દાદ મંજુર કરવામાં આવેલ પરંતુ તે હુકમથી નારાજ થઈ સરકારશ્રી દ્વારા અગાઉ થયેલો હુકમ પડકારવા હાઇકોર્ટ સમક્ષ એલપીએ દાખલ કરેલ જે વિવાદ ચાલી જતા નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા અગાઉ થયેલો હુકમ યથાવત રાખતો આદેશ ફરમાવેલ છે આમ નિવૃત્તિ બાદ ૧૫ થી૨૦ વર્ષ પછીના દિવસોમાં આ કામદારો લાભ મેળવવાના હકદાર બનતા પરિવારમાં આનંદ છવાયો છે.