ભરૂચ : નાની બાળકીઓને હવસ બનાવવાની વિકૃત માનસિકતા ધરાવતા ડાન્સ ટીચર ધ્રુવિલ પટેલની ધરપકડ બાદ પોલીસે આરોપીઓનો મોબાઈલ ફોન તપાસતા અન્ય કેટલીક બાળકીઓની તસવીરો પણ મળી આવી છે. પ્રકાશમાં આવેલા મામલામાં પણ શિક્ષકે બાળકી સાથે અડપલાં કર્યા બાદ તેની તસવીર ખેંચી હતી. આ જોતા પોલીસને શંકા છે કે અન્ય બાળકીઓ સાથે પણ આજ મોડ્સ ઓપરેન્ડી અપનાવાઈ હશે.આ પણ વાંચો : ભરૂચમાં લંપટ શિક્ષક જેલના સળિયા પાછળ ધકેલાયો, હવસની પિશાચી માનસિકતા સામે આવી, જાણો સમગ્ર મામલો વિડીયો સાથે
ફોનમાંથી મળી આવેલ ડેટાના આધારે પોલીસે તસવીરોમાં નજરે પડતી બાળકીઓની ઓળખ અને જો હવસનો શિકાર બની હોય તો ફરિયાદ કરવા માટે સમજાવવાના પ્રયાસ શરૂ કર્યા છે. પોલીસ આ માટે જરૂર પડે કાઉન્સિલરની મદદ પણ લઇ શકે