વાહન ચોરીના બનાવોને અટકાવવા માટે અને ચોરી થયેલા વાહનોના ગુના ડિટેક્ટ કરવા માટે ડીસા ડીવાયએસપી ડો.કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ ડીસા શહેર ઉત્તર પોલીસ મથકના પીઆઇ વી.એમ.ચૌધરી ની સૂચનાથી હેડ કોન્સ્ટેબલ જેન્તીભાઈ પરમાર સહિતની ટીમે બે શખ્સોની અટકાયત કરી પૂછપરછ કરતા તેમને બાઇક ચોરીની કબુલાત કરતા પોલીસે તેમની પાસેથી ચાર ચોરીના બાઈક કબજે કર્યા હતા.
જ્યારે ઉત્તર પોલીસે આરોપી અરવિંદ અણદાજી લુહાર (રહે, રામપુરા, ભોરોલ, તા. થરાદ) ને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી તેની વધુ પૂછપરછ કરતા અરવિંદ લુહારે વધુ એક બાઈક ચોરીની કબૂલાત કરતાં પોલીસે તેની પાસેથી વધુ એક ચોરીનું બાઈક જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.