કાલોલ તાલુકામાં ગેરકાયદેસર રેતી અને માટીનું ખનન અટકાવવા માટે વારંવાર કાલોલ ની મામલતદાર કચેરી ખાતે ખનીજ વિભાગ, પ્રાંત અધિકારી, કાલોલ તેમજ વેજલપુર પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓ તેમજ મામલતદાર કચેરીનો સ્ટાફ વખતોવખત બેઠકો કરી ગેરકાયદેસર થતું ખનન અટકાવવા માટે ચર્ચા વિચારણા કરે છે ત્યારે પંચમહાલ જીલ્લા ની ખાણ ખનીજ વિભાગની ક્ષેત્રીય ટીમ દ્વારા કાલોલ તાલુકાના સગનપુરા ગામેથી ભરી તથા પાંચ ટ્રેક્ટર ઝડપી પાડી તમામ ટ્રેક્ટર ગોધરા ખાતે મુકાવી રૂપિયા 25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.