દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરબા મહોત્સવ 2023 પાલનપુર ની લીલીવાડી પાર્ટી પ્લોટ ખાતે યોજાયો, પટેલ કલાલ જ્ઞાતિ સમાજ, યુવા સમિતિ અને મહિલા સમિતિ દ્વારા આયોજિત શરદ પૂર્ણિમા ગરબા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો, છેલ્લા દશ વર્ષથી સમાજ દ્વારા ગરબા મહોત્સવનું આયોજન કરાય છે આ વર્ષે પણ મોટી સંખ્યામાં સમાજ ના ભાઈઓ અને બહેનો એ ગરબા મહોત્સવ માં ભાગ લીધો હતો, આ વર્ષે ખાસ 1 થી 14 વર્ષ નાં 33 બાળકો એ વેશ ભુષા માં સર્જ થઈ ને ગરબા મહોત્સવમાં જોડાયા હતા જેમાં નાની બાળાઓ ભારત માતા, અંબાજી માતા, મહાકાળી માતા, તો બાળકો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નાં ચંપક ચાચા, સમાજના પ્રમુખ તેમજ સૈનિક, શિક્ષક, વકીલ બની, વેશભૂષા માં સજ્જ થઈ બાળકોએ ભાગ લીધો હતો, ગરબા મહોત્સવ માં આવેલ બાળકો સૌથી વધુ આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા.. તો શરદ મહોત્સવના આજના લાહણીના દાતા દર્શનકુમાર ધર્મેન્દ્રભાઈ પટેલ, દૂધ પૌવા અને મહા પ્રસાદના દાતા વિજયકુમાર પટેલ, ભોજન ના દાતા મુકેશભાઈ પોપટભાઈ પટેલ, નિર્મિતકુમાર રજનીભાઈ પટેલ, પ્રવીણભાઈ ગુલાબચંદભાઈ પટેલ અને પાર્ટી પ્લોટના દાતા જયેશભાઈ ગોવિંદભાઈ પટેલ અને મંડપ અને માંડવીના દાતા હસમુખભાઈ હીરાલાલ પટેલ અને જગદીશ ભાઈ હીરાલાલ પટેલ, વિડીયો ગ્રાફી અને ફોટોગ્રાફરના દાતા ચાંદનીબેન ચેતનકુમાર પટેલ તો ગરબા મહોત્સવ માં આકર્ષણ કેન્દ્ર બનેલા બાળકો ને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવેલ જેના દાતા સમાજના પ્રમુખશ્રી પટેલ કિર્તીભાઈ બબાભાઈ અને વાડી ના કન્વીનર વિજયભાઈ ગીરધરભાઇ પટેલ દ્વારા આપેલ..

 

શરદ પૂર્ણિમા ગરબા મહોત્સવ માં જે દાતાઓ દ્વારા દાન આપેલ છે તેમનો સમાજ દ્વાર સન્માન કરવામાં આવેલ,.. પટેલ કલાલ સમાજ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં આમંત્રણને માન આપીને બનાસકાંઠા જિલ્લા જયસ્વાલ સમાજના પ્રમુખશ્રી અશોકભાઈ જયસ્વાલ હાજર રહેલા, ગરબા મહોત્સવ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે પટેલ હિમાંશુભાઈ, ડોક્ટર નરેન્દ્ર ભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, અમરતભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, ચેતનભાઇ પટેલ, વિપુલ ભાઈ પટેલ તેમજ સમાજના મીડિયા કન્વીનર હર્ષદભાઈ પટેલ ભારે જહેમત ઉઠાવી હતી..