અમીરગઢ પંથકમાંથી સગીરાનું અપહરણ થતાં ચકચાર મચી ગઇ છે.આ અંગે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમીરગઢ તાલુકાના એક ગામમાં રહેતી 15 વર્ષિય સગીરાનું અમીરગઢ તાલુકાના વીરમપુર મુળ ધનપુરાનો સોમાભાઇ મફાભાઇ સેનમા લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયો હતો. શોધખોળ કરવા છતાં પત્તો ન મળતાં અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.