સાબરકાંઠા કલેકટર કચેરી ખાતે કર્મયોગીઓએ “રાષ્ટ્રીય એકતા દિવસ” નિમિત્તે શપથ ગ્રહણ કર્યા

સાબરકાંઠા જિલ્લા સમાહર્તાશ્રી નૈમેષ દવેએ “રાષ્ટ્રીય એકતા દિવસ” નિમિત્તે કલેક્ટર કચેરી ખાતે કર્મયોગીઓને એકતા શપથ લેવડાવ્યા હતા. 

ભારતીય સ્વતંત્રતા ચળવળના અગ્રગણ્ય સેનાની અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલજીની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2014થી સરદાર વલ્લભભાઈ પટેલજીના જન્મદિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે તા.30 ઓક્ટોબરના રોજ રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં રાષ્ટ્રીય એકતા શપથ દિવસ મનાવવામાં આવે છે. જેમાં કર્મયોગીઓ દ્વારા રાષ્ટ્રભાવના યથાવત રાખવાના શપથ ગ્રહણ કરવામાં આવે છે. 

   સાબરકાંઠા કલેકટર કચેરી ખાતે કર્મયોગીઓએ એકતા શપથ ગ્રહણ કર્યા જેમાં કલેકટર કચેરીની તમામ શાખાના કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.