ભારત પાકિસ્તાન બોર્ડર પર શરદ પુનમ ની રાત્રે જમ્યો ગરબાનો રંગ..

સરહદ ની સુરક્ષા માં સદાય વ્યસ્ત જવાનો માટે અમદાવાદ સ્થિત શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ' દ્વારા ગરબાનું ભવ્ય આયોજન..

નડાબેટ ખાતે BSF ના જવાનો સાથે લોકો ઝુમ્યા ગરબે...

નવરાત્રી નું પર્વ એટલે માતાજી ની આરાધના નો અનેરો મહિમા..

ગુજરાત ના સૌથી લાંબા ઉત્સવ તરીકે ઓળ ખાતા નવરાત્રી માં લોકો માતાજી ની આરાધના ની સાથે સાથે ગરબે રમવાનો આનંદ લે છે, ત્યારે ભારત પાકિસ્તાન ની સીમા પર નડાબેટ ખાતે શરદ પૂર્ણિમા એ યોજાયેલા ગરબામાં બી.એસ. એફના જવાનો પણ રંગે ચંગે ગરબા માં સહભાગી થયા હતા..

અમદાવાદ સ્થિત શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શરદ પૂર્ણિમા એ નડાબેટ ખાતે બીએસ એફના જવાનો માટે ગરબાનું વિશેષ આયોજન કરાયું હતું..

સરહદી સુરક્ષા માં સદાય વ્યસ્ત રહેતા જવાનો માટે આ ગરબાનું આયોજન એ ઘર આંગણે માતાજી ની આરાધના નું પર્વ પુરવાર થયું હતું..

શિવમ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક અને ચેરમેન ડોક્ટર પ્રકાશ કુર્મીએ જણાવ્યું હતું કે, 'અમારું ટ્રસ્ટ સામાન્ય રીતે સરહદ પર બીએસ એફના જવાનો ના આરોગ્ય ચકાસણી માટે મેડિકલ કેમ્પ કરતું આવ્યું છે, આ ઉપરાંત આ જવાનો ને તેમની ફરજ માં સહૂલિયત રહે તે માટે વિવિધ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવે છે..

છેલ્લા પાંચેક વર્ષથી સરહદ ના જવાનો પણ નવરાત્રીના પર્વમાં સહભાગી થઈ શકે તે માટે ટ્રસ્ટ દ્વારા ગરબાનું આયોજન કરાય છે, શરદ પૂર્ણિમાએ નડાબેટ બોર્ડર પર જવાનો માટે ગરબાનું વિશેષ આયોજન કરાયું હતું, જેમાં અનેક જવાનો મન મૂકીને ગરબે ઘુમ્યા હતા એમ તેમણે ઉમેર્યું હતું..

શરદ પૂર્ણિમા ની રાત્રે નડાબેટ ખાતે ગરાબા નું આયોજન કરવામાં આવતા સીમા પર દેશની સુરક્ષા કરતા BSF ના જવાનો સાથે લોકોએ રમી આનંદ માણ્યો હતો..