ફ્રી ફાયર ગેમ્સમાં છોકરીની આઇ.ડી. બનાવી રૂ.૮૦,૨૦૦/- ની છેતરપીંડી કરનાર આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી સાયબર સેલ, દાહોદ ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )મે. નાયબ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી સા.શ્રી,પંચમહાલ-ગોધરા રેન્જ,ગોધરા નાઓએ જીલ્લામાં વધતા જતા ઓનલાઇન ફ્રોડ તથા સાયબર ક્રાઇમના ગુન્હાઓથી બચવા માટે સતત પ્રયત્નશીલ રહી પોલીસને આવા ગુન્હાઓ આચરનારા ગઠીયાઓને પકડવા અને તેઓ પર અંકુશ લાવવા સારૂ પરીણામલક્ષી કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ જે આધારે મે,પોલીસ અધિક્ષકશ્રી ર્ડો.રાજદીપસિંહ ઝાલા સા.શ્રી દાહોદ નાઓએ જીલ્લામાં વધતા જતા સાયબર ક્રાઇમના ગુન્હાઓ ડીટેકટ કરવા સારુ જરુરી સુચના અને માર્ગદર્શન કરેલ,જે સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.ડી.પઢીયાર, સાયબર સેલ દાહોદ નાઓ તથા સાયબર સેલ દાહોદ ટીમ દાહોદ ટાઉન બી ડીવીઝન પો.સ્ટે.માં ૧૯૩૦ પોર્ટલ ઉપર રૂપિયા તેર લાખના સાયબર ફ્રોડની અરજી આવેલ તે ડિટેક્ટ કરતા ઓનલાઇન ગેમ ફ્રી ફાયરમાં ફરીયાદીના પૌત્રએ રૂપિયા ગુમાવેલાનું જણાઇ આવેલ તેની વધુ તપાસ કરતા તે જ ગેમમાં કોઇ અજાણી વ્યક્તિએ ઓનલાઇન ગેમ ફ્રી ફાયરમાં છોકરીના નામના અકાઉન્ટ બનાવી છોકરીના અવાજમાં વાત કરી રૂપિયા ૮૦૦૦૦/- નું ફ્રોડ કરેલાનું જાણવા મળેલ તે બાબતે વધુ તપાસ કરતા હ્યુમન સોર્સ તથા ટેકનિકલ એનાલીસીસ કરી આરોપી હુસેનભાઇ હાજીભાઇ જાતે હિંગોરા રહે-પલોટ, ઢેબર ગામ તા- ભાણવડ જી-દેવભુમિદ્વારકા તથા કાયદાના સંર્ધષમાં આવેલ બાળ કિશોરનાઓએ ફ્રોડ કરેલાનું અને તેઓ દેવભુમિ દ્વારકા ખાતે રહેતા હોવાની માહીતી મેળવી આરોપીને ગણતરીના કલાકમાં પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

પકડાયેલ આરોપીનું નામ:-

(૧) હુસેનભાઇ હાજીભાઇ જાતે હિંગોરા રહે-પલોટ, ઢેબર ગામ તા-ભાણવડ જી-દેવભુમિદ્વારકા

કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓના નામ

(૧) શ્રી.ડી.ડી.પઢીયાર,પોલીસ ઇન્સ્પેકટર,સાયબર સેલ દાહોદ

(૨) એ.એસ.આઇ ભરતસિંહ અશ્વિનકુમાર બ.નં. ૫૮૦ સાયબર સેલ દાહોદ

(૩) એ.એસ.આઇ અઝરાબેન સહાબુદિન બ.નં.૮૮૩ સાયબર સેલ દાહોદ (૪) અ.પો.કો.રજનીકાન્ત રસિકભાઇ બ.નં. ૭૦૮ સાયબર સેલ દાહોદ

(૫) વુ.પો.કો. જસ્મીનીબેન કપુરજી બ.નં.૧૩૩૮ સી.પી.આઇ. દાહોદ

આમ, કરીયાદીશ્રી નાઓના પૌત્રને ફ્રી ફાયર ગેમ્સમાં છોકરીની આઇડી બનાવી ૩,૮૦,૨૦૦/- ની છેતરપીંડી કરવા બાબતે દાહોદ ટાઉન બી ડીવીઝન પો.સ્ટે.માં દાખલ થયેલ અનડીટેકટ ગુન્હાને ડીટેકટ કરવામાં સાયબર સેલ દાહોદને સફળતા મળેલ છે.