કાલોલ તાલુકાના વેજલપુર અને ચલાલી ગામમાં આવેલ વ્યાજબી ભાવની દુકાનમાં પુરવઠા વિભાગની તપાસ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા સતત બીજા દિવસે વ્યાજબી ભાવ ની દુકાનો માં આકસ્મિક તપાસ નો ધમધમાટ શરૂ કર્યો કાલોલ તાલુકાના વેજલપુર અને ચલાલી ગામમાં આવેલ વ્યાજબી ભાવની દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી જ્યા થી અનધિકૃત સંગ્રહ કરવામાં આવેલ સરકારી અનાજ નો જથ્થો મળી આવ્યો વેજલપુર માથી ઘઉ ચોખા મળી કુલ ૪૨ કટ્ટા મળી આવ્યા જ્યારે ચલાલી માથી ઘઉ, ચોખા અને ચણા મળી કુલ ૨૨ કટ્ટા સરકારી અનાજ નો જથ્થો મળી આવ્યા કાલોલ તાલુકામાં ૨ અલઅલગ વ્યાજબી ભાવ ની દુકાનો માથી અનધિકૃત સંગ્રહ કરવામાં આવેલ કૂલ ૬૪ અનાજ ના કટ્ટા મળી આવ્યા પૂરવઠા વિભાગ દ્વારા તમામ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે અને વ્યાજબી ભાવ ના દુકાનદારો સામે કાર્યવાહી માટે ની તજવીજ હાથ ધરવામાં આવી છે આ તરફ જિલ્લા પૂરવઠા વિભાગ ની કાર્યવાહી ને પગલે સરકારી અનાજના જથ્થામાં ગેરરીતિ આચરનાર અનાજ માફિયા ઓમા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.