અંબાજી ખાતે સરદપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે સુખદેવ સેવા સંસ્થા ટ્રસ્ટ ડીસા દ્વારા શરદ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું ચોક્કસથી વાત કરવામાં આવે તો અંબાજી ખાતે સુખદેવ સેવા સંસ્થા ટ્રસ્ટ દ્વારા શરદપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે શત-ચંડીપાઠ તથા ચંડી મહાયજ્ઞ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા બનાસકાંઠામાં બિરાજમાન રાજરાજેશ્વરી માં અંબાના ચાચર ચોકમાં સુખદેવ સેવા સંસ્થા ટ્રસ્ટ ડીસા દ્વારા 100 જેટલા ભૂદેવોના શ્રી મુખ થી ચંદીપાઠ અને ચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું અંબાજી ધામ ખાતે શુક્રવારના રોજ વિજય આ પેલેસમાં ચંડીપાઠ તથા રાત્રિના સમયે રાસ ગરબા યોજવામાં આવ્યા હતા જ્યારે પૂર્ણિમાના દિવસે સવારે 111 જેટલા યજમાનો દ્વારા ચંડી મહા યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો શરદ પૂર્ણિમા મહોત્સવમાં અંદાજે 500 જેટલા માઇ ભક્તો જોડાઈ અને લાભ લીધો હતો જેમાં મોટી સંખ્યામાં યજમાનો પણ આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા એટલું જ નહીં આ ઉત્સવમાં પૂજ્ય નારાયણ પ્રસાદ ગુરુજી કે જેમને 40 વર્ષ સુધી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટમાં સેવા આપી છે તેમના ગુરુ સાનિધ્યમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ મહાઉત્સવમાં અનેક સંતો મહંતો પણ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા વિવિધ આગેવાનોએ તન મન ધન થી મહેનત કરી હતી આ કાર્ય વિશ્વના કલ્યાણ તેમ જ પર્યાવરણ પ્રકૃતિની રક્ષણ અર્થે રાખવામાં આવ્યો હતો ખાસ કરીને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુખદેવ સેવા સંસ્થાના અધ્યક્ષ ગૌભક્ત યશવંત શાસ્ત્રી મહારાજના શુભ સંકલ્પથી મહાઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું..

રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી