નોઈડાના સસ્પેન્ડેડ ફેઝ-2 પોલીસ સ્ટેશનના પૂર્વ ઈન્ચાર્જ સુજીત ઉપાધ્યાયે આરોપી શ્રીકાંત ત્યાગીની ધરપકડ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. સસ્પેન્ડ થવા છતાં ઉપાધ્યાયે હાર ન માની અને ત્યાગીની ધરપકડ કરવા ત્રણ રાજ્યોમાં ભટકતા રહ્યા, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. નોઈડા પોલીસે ત્યાગી પર 25,000 રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, શ્રીકાંતની ધરપકડમાં સુજીત ઉપાધ્યાયે મહત્વની ભૂમિકા ભજવી છે. સસ્પેન્ડ થયા બાદ નિરાશ થઈને ઘરે બેસી રહેવાને બદલે તેણે ગુનેગારને પકડવા માટે રાત-દિવસ એક કર્યા. તેથી, તે ઉત્તર પ્રદેશના પોલીસ મહાનિર્દેશક અને અધિક મુખ્ય સચિવ ગૃહ દ્વારા પુરસ્કારના હકદાર બન્યા છે.