ડીસા (મેરૂજી પ્રજાપતિ)

આઠેક માસ અગાઉ બનાસકાંઠા જિલ્લાના ભીલડી પો.સ્ટે. માં ફરજ બજાવતા એ.એસ.આઇ ધનશ્યામભાઇ બાબુભાઇનું રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલ હોય પોલીસ અધિકારીશ્રીઓ તથા બેંકના અધિકારીશ્રીઓના પ્રયત્નોથી ખૂબ જ ટૂંકા સમયગાળમાં તેઓના વારસદારોને એક્સીસ બેન્ક અને પોલીસ પરિવાર દ્વારા ચેક અને બનાસકાંઠા પોલીસ દ્વારા રોકડ અર્પણ કરાયેલ. આજરોજ પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડૉ. કુશલ.આર.ઓઝા,ડીસા વિભાગ તથા એક્સીસ બેંકના અધિકારી શ્રીનાઓની ઉપસ્થિતિમાં મર્હુમ ના ધર્મપત્ની નાઓને રૂ.1,04,00,000/- (અંકે રૂપિયા એક કરોડ ચાર લાખ)નો ચેક અર્પણ કરેલ છે.તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્રારા રૂ.4,25,000(અંકે રૂ.ચાર લાખ પચીસ હજાર પુરા ) રોકડમાં તેમના વારસદારને અર્પણ કરવામાં આવેલ છે. જેને લઈ બ.કાં. પોલીસની પરિવાર ભાવના ઉજાગર થયેલ છે.