*ખેડબ્રહ્માના ખેડવા ગામે પ્રાથમિક શાળાના બાળકો સફાઇ ઝુંબેશમાં જોડાયા*

************

 દેશને સ્વચ્છ અને સુંદર બનાવવાના ભાગરૂપે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઇ ઝુંબેશનું આહવાન કર્યુ છે. જેના પગલે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.ત્યારે 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત જિલ્લાની શાળાઓ, કોલેજો, આંગણવાડી, સહિત વિવિધ જગ્યાએ 'સફાઈ અભિયાન' હાથ ધરાયુ છે. જેના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા તાલુકાના ખેડવા ગામે પ્રાથમિક શાળાના બાળકો સફાઇ ઝુંબેશમાં જોડાયા હતા.બાળકો દ્વારા પ્રાથમિક શાળાના મેદાન,બગીચા વિસ્તાર, ક્લાસ રૂમ સહિત સમગ્ર શાળામાં સફાઇ કરવામાં આવી હતી.