હાલોલ નગર ખાતે નગરપાલિકા વિસ્તારની હદમાં આવતા ધોબી ફળિયા,રબારી ફળિયા,મોઘાવાડા, નગીના પાર્ક, જયંતી નગર સહિતના વિસ્તારોમાં આવેલી મિલકતો પૈકીની 12 જેટલી મિલકતોના મકાન માલિકો દ્વારા હાલોલ નગરપાલિકાનો 3,56,203/- રૂપિયા જેટલો ઘર વેરો છેલ્લા કેટલાય સમયથી ભરપાઈ ન કરવામાં આવતા પાલિકા તંત્રએ આજે આ તમામ બહાર મકાન માલિકો સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ધોબી ફળિયા, રબારી ફળિયા, મોઘાવાડા,નગીના પાર્ક, અને જયંતી નગરમાં આવેલા આ 12 જેટલા મકાનોના બાકી નીકળતા 3,56,203/-રૂપિયાનો વેરો ન ભરપાઈ કરનાર મિલકત માલિકોના 12 મકાનોના નગરપાલિકા દ્વારા આપવામાં આવેલા નળ કનેક્શન આજે કાપી નાખવામાં આવ્યા હતા જેમાં વર્ષો જૂનો ઘર વેરો ન ભરપાઈ કરનાર 12 જેટલા મકાનોના નળ કનેક્શન નગરપાલિકા દ્વારા કાપી નાખવામાં આવતા છેલ્લા કેટલાય સમયથી નગરપાલિકાનો બાકી નીકળતો હજારો લાખો રૂપિયાનો ઘર વેરો મિલકત વેરો ન ભરતા મિલકત ધારકોમાં પાલિકા તંત્રની કડક કાર્યવાહીને લઈને ફફડાટ વ્યાપી જવા પામ્યો છે જ્યારે આ બાબતે નગરપાલિકા સૂત્રો દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ હાલોલ નગર ખાતે અલગ અલગ પ્રકારનો વર્ષો જૂનો નગરપાલિકાનો વેરો ન ભરનાર ઇસમો સામે આગામી દિવસોમાં હજુ પણ આવી કડક કાર્યવાહી નગર પાલિકા તંત્ર હાથ ધરી વેરા વસુલાતની કામગીરી કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી.