હાલોલ ખાતે આવેલી પ્રસિદ્ધ પોલીકેબ ઇન્ડિયા લિમિટેડ કંપનીના પોલીકેબ સોશ્યલ વેલફેર ફાઉન્ડેશન દ્વારા માં આદ્ય શક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રિમાં યોજતા ભારતીય સંસ્કૃતિ મુજબના ઐતિહાસિક અને પૌરાણિક આધ્યાત્મિક પરંપરા સાથેના ગરબાની ગરિમા જાળવી રાખવાના ઉમદા હેતુ સર હાલોલ તાલુકાના શિવરાજપુર ગામે આવેલ હાઈસ્કૂલ ખાતે શિવરાજપૂર ગામના બાળકો તેમજ ગ્રામજનો માટે નવલી નવરાત્રીના નવમાં નોરતે શિવરાજપુર હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં પૌરાણિક પરંપરા ધરાવતા ગરબા તેમજ ગરબાના પરંપરાગત વેશભૂષા (ડ્રેસ-અપ) ની હરીફાઈ યોજવામાં આવી હતી જેમાં આ હરીફાઈમાં હાલોલ તાલુકાના ૨૧ ગામોના કુલ ૨૭૫ સ્પર્ધક ખેલૈયાઓએ ભાગ લીધેલ હતો જેમાં ગરબા તેમજ વેશભૂષાની હરીફાઈમાં શ્રેષ્ઠ ક્રમે આવનાર સ્પર્ધકને પ્રોત્સાહિત ઇનામો ઉપસ્થિત મહાનુભાવોના વરદ્ હસ્તે આપવામાં આવ્યા હતા આ પ્રસંગે વિશેષ અતિથિ તરીકે અગ્રણી કનુભાઈ તેમજ પ્રિન્સિપલ બાલુભાઈ તેમજ પોલીકેબ કંપનીમાંથી મનીષા સતીજા, ડો.હેતલ રાવલ, ડો.મનીષ ગૌર, જીગર શાહ, ભાર્ગવ મહેતા, આશીષ વારિયા, તૃષા ભગત, પૂજા સુથાર, બિનલ બેન, અંકિત ભાઈ, યોગેશ બારિયા, નિરંજન રાઠવા, જનક પરમાર, અર્પિત શુક્લા, મેહુલ જાદવે હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી.