પાટણના સમી-રાધનપુર હાઈવે પર આજે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક મહિલા પોલીસકર્મી સહિત ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. બંને કાર વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે કારના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. મહિલા પોલીસ કર્મચારી સમી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે. આજે સીએમના કાર્યક્રમના બંદોબસ્તમાંથી પરત ફરતી વખતે આ અકસ્માત નડ્યો હતો. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

મળતી માહિતી મુજબ, સાંથલી ગામના પોલીસકર્મી અને તેમના પતિ તથા અન્ય રુખીબેન દેવાભાઈ દેસાઈ પોલીસકર્મી પાટણ ખાતે મુખ્યમંત્રી આવેલ હોય ત્યાં બંદોબસ્ત પતાવી પરત ઘરે ફરી રહ્યા હતા. ત્યારે સમી તાલુકાના વરણા ગામ નજીક આવેલ ખોડિયાર હોટલ પાસે પહોંચતા રાધનપુરના ગોકલપુરા ગામના લોકો માતાજીની પલ્લી ભરી પરત ગોઝારીયા ખાતે જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્વીફ્ટ કાર અને ઈકો કાર સામ સામે અથડાઈ હતી ત્યારે બંને કારના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

ગમખ્વાર અકસ્માતમાં સ્વીફ્ટ કારમાં સવાર રેખાબેન નારસંગભાઈ દેસાઈ અને તેમના પતિ વિષ્ણુ ભાઈ જામભાઈ દેસાઈનું કરુણ મોત નીપજ્યું હતું અને અન્ય પોલીસકર્મી રુખીબેન દેવાભાઈ દેસાઈને ગંભીર ઇર્જા થતા તેમને અમદાવાદ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.જ્યારે ઈકો કારમાં સવાર 2 માસની બાળકી કાવ્યાબેન સુરેશભાઈ ઠાકોરને ગંભીર ઇજા થતા બાળકીનું કરુણ મોત નીપજ્યું હતું, ઈકો માં સવાર અન્ય 8 લોકો ઇજાગ્રસ્ત થતા તેમને ધારપુર ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ સમી પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતક લોકોને સમી રેફરલ ખાતે પીએમ અર્થે લઈ જવામાં આવ્યા હતા પોલીસ અકસ્માતથી થયેલ રોડ પરનો ટ્રાફિક હટાવી રસ્તો ખુલ્લો કર્યો હતો.

  1. કાલીબેન ઠાકોર

2 . વરસંગજી ઠાકોર

3. રૂખીબેન દેસાઈ

4. દિલીપ ભાઈ ઠાકોર

5. ધ્રુવલ ઠાકોર

6 . જયેશ સનાભાઈ ઠાકોર

7. સાવન દિલીપ કુમાર

8. લક્ષ્મીબેન સુરેશભાઈ ઠાકોર