માં આદ્યશક્તિની આરાધનાના પાવન પર્વ નવલી આસો નવરાત્રિમાં માતાજીની આરાધના અને માતાજીની ભક્તિમાં લીન બની ગરબે ગુમવાના પાવન પર્વને આજકાલ આધુનિકરણનો ભરપુર રંગ ચડ્યો છે તેવા સમયે વર્ષોથી રમાતા પરંપરાગત શેરી ગરબાની સંસ્કૃતિ અને શેરી ગરબાની ગરિમા જળવાયેલી રહે અને પોતાની બહેન બેટીઓ પોતાની આંખો સામે જ રાતભર ગરબે રમી માતાજીની ભક્તિમાં લીન બની નિશ્ચિત થઈ શાંત ચિત્તે કોઈ કચવાટ વિના રાતભર ગરબે ઘુમી માતાજીની આરાધના કરી શકે તેવા ઉમદા હેતુસર મારી દીકરી મારા આંગણે ના સૂત્ર હેઠળ હાલોલ શહેરના ઘનશ્યામ નગર વિસ્તારમાં રહેતી મહિલાઓએ એકત્રિત મહિલાઓ આયોજિત પરંપરાગત શેરી ગરબાનું ભવ્ય આયોજન કરી શેરી ગરબાની રમઝટ બોલાવી છે જેમાં ઘનશ્યામ નગરની મહિલાઓ દ્વારા આયોજિત આ શેરી ગરબામાં મોડી રાત્રી સુધી યુવાન યુવતીઓ સહિત વૃદ્ધો, પુરુષો, સ્ત્રીઓ,નાના બાળકો તથા બાળકીઓ માં આદ્ય શક્તિની શ્રધ્ધાભાવ સાથે આરાધના કરી મન મૂકીને શેરી ગરબા રમે છે જેમાં હિન્દુ ધર્મમાં વર્ષોથી ચાલતી આવતી શેરી ગરબાની વર્ષો જૂની પરંપરાગત સંસ્કૃતિનો વારસો જાળવી રાખી શેરી ગરબાના આયોજક તરીકે સોસાયટીની મહિલાઓ એકત્રિત થઈ શેરી ગરબા યોજી શેરી ગરબાને જીવંત રાખી શેરી ગરબાની સંસ્કૃતિ અને ગરિમાને જાળવી રાખવાની સાથે સાથ નારી સશકિતકરણનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે.