હિંમતનગર ખાતે કલેક્ટરશ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં સંકલન સમીતિની બેઠક યોજાઇ 

સાબરકાંઠામાં જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી . 

     આ બેઠકમાં સાંસદ શ્રી દિપસિંહ રાઠોડ લોકહિતને લગતા રોડ રસ્તા પાણી જેવ પ્રશ્નો રજુ કર્યા હતા.

   આ બેઠકમાં હિંમતનગરના ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલાએ સરકારી શાળાની જમીનના પ્રશ્ને રજૂઆત કરી હતી.

ઇડર ધારાસભ્યશ્રી રમણલાલ વોરાએ અટલ ભુજલ યોજના ને લગતા પ્રશ્નો પૂછ્યા હતા અને પાણીના પ્રશ્નોની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા, આરોગ્યના પ્રશ્નો, આયુષ્યમાન કાર્ડ અને તેના લાભાર્થીઓને મળતા લાભ અંગે ચર્ચા કરી હતી. 

     ખેડબ્રહ્મા ધારાસભ્ય શ્રી ડો. તુષાર ચૌધરીએ ખેડબ્રહ્મા વિસ્તારમાં શાળાના ઓરડા અને પાણીના પ્રશ્નો અંગે જન આરોગ્ય કેન્દ્ર અને તબીબોની હાજરીના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી.

     આ બેઠકમાં જમીન સંપાદન, દાબાણ, ટ્રાફિક, ગૌચરની જમીન અંગે ના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ પેન્શન કેસની ગાઇડલાઇન મુજબ નિયત સમયમાં પેન્શન ધારકોને નિયત સમયમાં તેમના લાભો મળે તે દિશામાં કામગીરી કરવા કલેક્ટરશ્રીએ સૂચન કર્યુ હતુ. તેમજ રજૂ થયેલા પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ આવે તે માટે સબંધિત અધિકારીઓને કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.

     આ બેઠકમાં ગરીબ કલ્યાણ મેળો અંગે ચર્ચા કરાઇ હતી.જેમાં ડેટા એન્ટ્રી, વધુમાં વધુ લોકોને લાભ મળી રહે તે અંગે અનુરોધ કરાયો હતો.

    આ બેઠક માં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભારતીબેન જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડાશ્રી, નિવાસી અધિક કલેક્ટરશ્રી દિગંત બ્રહ્મભટ્ટ, ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી પાટીદાર, હીંમતનગર પ્રાંતશ્રી, પ્રાયોજના વહિવટીદારશ્રી તેમજ અન્ય અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.