બનાસકાંઠા પોલીસની ત્વરિત કામગીરી અને કાર્યદક્ષતાના કારણે એકાદ માસ પૂર્વે ડીસા-પાલનપુર હાઇવે ઉપર આચરવામાં આવેલ ૩કરોડની લૂંટનાઆરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપી પાડતા ભેદ ઉકેલાઈ જવા પામેલ. કાયદો અને વ્યવસ્થા જાળવવા પ્રતિબદ્ધ પોલીસની કામગીરી પ્રશ્નસનીય બનેલ. ત્યારે કચ્છ પોલીસ કર્મીઓ દ્વારા પોણાચાર કરોડનો તોડ કરાયાની ફરિયાદ ની તપાસ પણ બનાસકાંઠા પોલીસના થરાદ નાયબ પોલીસ અધિક્ષક ને સોપાયેલ છે. બીજી તરફ થરાદ પોલીસસ્ટેશનના પોલીસકર્મી કોર્ટ,માલતદારકોર્ટ અને કાયદો કોરાણે મૂકી એક ખેડૂતના ખેતરમાં પ્રવેશી જમીનનો કબજો સામેવાળી પાર્ટીને અપાવવા કરેલા પ્રયાસોના ભાગ રૂપે દમદાટી આપ્યાનો વીડિયો વાયરલ થયેલ છે.જે બાબતે ભોગ બનનારે બે માસ અગાઉ બ.કાં. પોલીસ અધિક્ષક શ્રી, થરાદ પી.આઈ.શ્રી અને ડી.વાય.એસ.પી.શ્રીને લેખિત ફરિયાદ કરેલ છે. જેની તપાસ પણ થરાદ ડી.વાય.એસ..પી. શ્રી વારોતરિયા ચલાવી રહ્યા છે. છતાં પોલીસ કેમ અનઅધિકૃત રીતે ખેડૂતની જમીનમાં પ્રવેશી અનઅધિકૃત કબજો અપાવવાનો પ્રયત્ન કર્યો તે બાબતે તપાસ ચાલુ છે. ત્યારે સોપારી વિદેશથી લવાઈ હોવાની વાતને લઈ કચ્છ પોલીસ કર્મીઓએ પોણા ચાર કરોડોનો તોડ કરેલ.જે સંદર્ભે થયેલ ફરિયાદની તપાસમાં પોલીસ ફરિયાદીને આરોપી બનાવવા માંગતી હોવાની રજુઆત ફરિયાદી એ કરી છે. લોકો પોલીસની કામગરી સામે આક્ષેપ કરે જે એમને રાઈટ છે.પણ.બનાસકાંઠા ના એક પોલીસ કર્મચારીએ બનાસકાંઠા પોલીસ વડા દ્વારા વ્યથા પામ્યા ની ઉચ્ચ સ્તરીય અરજીઓ કરેલ છે. એલ.સી.બી.માં ફરજ બજાવતા લખીરામભાઈ રાવલે સ્ટેટમોનેટરી દ્વારા પકડવામાં આવતા દારૂ સંદર્ભે સ્ટેટ મોનેટરી ના એક પોલીસ કર્મચારી બનાસકાંઠા એસ.પી.ને અવગણી સરકારની કામગીરી કરતા હોય બનાસકાંઠા એસ.પી.શ્રી સ્ટેટમોનેટરીસેલના પોલીસ કર્મચારીને આરોપી બનાવવા ધમપછાડા કરતા હોવાનું ચર્ચાસ્પદ બનેલ છે.ધાનેરા પી.આઈ.શ્રી.એ એલ.સી.બી.ના પોલીસ કર્મીને કલાકો સુધી ગોંધી રાખી સ્ટેટ મોનેટરી ના પોલીસ કર્મીને ફસાવવાની કવાયત હાથ ધરેલ હોવાનું ચર્ચાસ્પદ બનેલ છે. ત્યારે અંબાજીના મેળામાં સરાહનીય કામગીરી કરી માનવતા મહેકવતી બ.કાં. પોલીસ નવરાત્રીમાં કાયદો અને વ્યવસ્થા જાળવી પ્રશ્સનીય કામગીરી કરતી બ.કાં. પોલીસ અન્ય વિવાદો ઉભા કરી બેલેન્સ જાળવી રહી હોવાનું ચર્ચાસ્પદ બનેલ છે.