રાજસ્થાનના ઝુનઝુન જિલ્લાના કાગડા ગામે ગાર્ડનમાં રાખેલા પૂર્વ વડા પ્રધાન સ્વ ઇન્દિરા ગાંધીનું સ્ટેચ્યુ 18 સપ્ટેમ્બર 2022ને રવિવારે તોડવાની જાહેરાત કર્યા બાદ મુકેશ ગુર્જરે સ્ટેચ્યુ તોડી નાખતા કોંગ્રેસ કાર્યકરોમાં આક્રોશ ભભૂકી ઊઠ્યો હતો. બનાવને ગંભીરતાથી લઈ પોલીસે તપાસ શરુ કરી હતી.

દરમિયાન ઝુનઝુન જિલ્લા કલેકટર અને સુરજગઢ ના એસ ડી એમ અને પોલીસ અધિક્ષક શ્રીમતિ સ્વાતિ ઝા તપાસમાં જોડાયા હતા.

દરમિયાન લોકેશનના આધારે મુકેશ વડોદરા માં હોવાનું જણાતા વડોદરા પોલીસને જાણ કરાતા વડોદરા એલસીબી ઝોન 2ની ટીમ તપાસમાં લાગી હતી. 

જેને પગલે રવિવારે મુકેશ ગુર્જરને વાઘોડિયા રોડ પરથી ઝડપી પાડયો હતો. જેને પગલે રાજસ્થાનની પોલીસની ટીમ તેને લેવા માટે વડોદરા આવી પહોંચી હતી.