ડીસાના ઠક્કર સમાજના અગ્રણી અને પ્રાઇમ હોટલના માલિક બાબુલાલ ઠક્કર દ્વારા નવીન સાહસ કરવામાં આવ્યું છે આજે અંબિકા ચોક પાસે પ્રાઈમ ઓટો નો શુભારંભ ડીસાના પૂર્વ ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા ના હસ્તે કરવામાં આવ્યો હતો..

 

ડીસા પ્રાઇમ હોટલના માલિક બાબુલાલ ઠક્કર અને તેમના પુત્ર અવધ ઠક્કર દ્વારા આજે ડીસાના અંબિકા ચોક પાસે પ્રાઈમ ઓટો નો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં લર્નિંગ લાયસન્સ, રીન્યુ લાઇસન્સ, પાકું લાયસન્સ, વાહન ટ્રાન્સફર, હેવી લાઇસન્સ, વીમા પોલિસી, મેડીક્લેમ, વાહનો ઉપર લોન, જુના વાહનોની લે વેચ તથા આરટીઓના તમામ કામકાજ કરી આપવામાં આવશે પ્રાઈમ ઓટોના ઉદ્ઘાટન પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન પ્રકાશભાઈ દવે સહિત મોટી સંખ્યામાં તેમના મિત્રો અને સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા અને બાબુલાલ ઠક્કર તેમજ અવધ ઠક્કરને તેમના નવીન સાહસ બદલ શુભકામનાઓ પાઠવી હતી..