ભિલોડા તાલુકાની રાયપુર પ્રા.શાળામાં અત્યારે પહેલા સત્રની પરીક્ષાની શરૂઆત થવાની હોવાથી મોટીવેશન માટે જન્મ દિવસ ની અનોખી ઉજવણી કરવામાં આવી.
રાયપુર નિવાસી હાલમાં ગાંધીનગરમાં રહેતા શિક્ષણપ્રેમી
એવા અજુઁનભાઈ તબિયાડ જેઓએ પોતાના માદરે વતન ની શાળામાં પોતાની પુત્રી શીતલ ના જન્મ દિવસ ઉજવણીમાં શાળા ના બાળકોને કેક,તેમજ અત્યારે ધોરણ 1થી8ની પહેલા સત્રની પરીક્ષાની શરૂઆત થવાની હોવાથી વિધાથીઁઓને મોટીવેશન માટે પેન,પેન્સિલ, રબ્બર, સંચાનું વિતરણ કરીને જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી
*પ્રાથમિક શાળા રાયપુર માં ધો ૧ થી ૮ માં અભ્યાસ કરતા કુલ ૧૧૮ બાળકો ની નજીકના દિવસોમાં પ્રથમ સત્રાત પરીક્ષા ચાલુ થઈ રહી છે સારી રીતે પરીક્ષા આપશો એવી શુભેચ્છાઓ આપી હતી*
તેમજ વધુમાં તમે ભણી ગણીને ખૂબ આગળ વધી શિક્ષક, સારી સરકારી નોકરી મેળવીને,ડોકટર બનીને, એન્જિનિયર બનીને, કાયદાના નિષ્ણાત વકીલ બનો ન્યાયાલય ના જજ બનો અને સારા બિઝનેસ મેન , રમત ગમત ક્ષેત્રે સારા રમત વીર બનીને તમારું નામ શાળામાં, ગામમાં, સમાજમાં દેશ દેશંતર માં રોશન કરી ને તમે તમારા મા બાપનું નામ રોશન કરો અને તેમજ હાલમાં શિક્ષણ આપનાર શાળાના ગુરૂજનોનું ઋણ અદા કરવા વિનંતી કરવામાં આવી હતી.તેવું અજુઁનભાઈ તબિયાઙ દ્વારા જણાવવા માં આવ્યું હતું. આ જન્મદિવસની ઉજવણીમાં શાળાના વિદ્યાર્થીઓ, તેમજ શાળાના આચાર્ય ભાવનાબેન તેમજ શિક્ષક સ્ટાફ પરીવારે શીતલના જન્મ દિવસની ઉજવણીમાં સહભાગી બની અભિનંદન પાઠવ્યા હતા તેમજ વિધાથીઁઓમાં ખુશી માહોલ જોવા મળતો હતો. બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.