ડીસા તાલુકાના છત્રાલા ગામેથી નદીમાંથી રેતી ભરીને કંબોઈ ચોકડી તરફ જઈ રહેલું ડમ્પર નં. ડીડી-02-સી-9555 ઝાબડીયાથી સમૌ તરફ જવાના રસ્તે અચાનક પલટી ખાઈ ગયું હતું.

જેથી ડમ્પર ચાલકને ઈજા થઈ હતી. રેતી ભરેલું ડમ્પર પલટી ખાઈ જતા તાત્કાલિક જેસીબી મશીન બોલાવી રેતી હટાવવામાં આવી હતી. આ બનાવ અંગે ડીસા તાલુકા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.