ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ઘરેલું ગેસની બોટલોનો ઉપયોગ ધંધાકીય ઉપયોગ માટે લેવાતી હોવાની બુમરાણ ઉઠવા પામી રહી છે જેમાં ખાસ કરીને કેટલાક લેભાગુ લોકો ઘરેલું ગેસની બોટલોનું કાળાબજારી કરી બારોબાર વેચાણ કરતાં હોવાની જાણવાં મળી રહ્યું છે સરકારશ્રી દ્વારા ગરીબોને ચુલાના ધુમાડામાથી મુક્તિ મળે તે હેતુથી ઉજ્જવળ યોજના અંતર્ગત દરેક બીપીએલ લાભાર્થીઓને ગેસની બોટલો ભરાવા માટે સબસીડી પણ આપવામાં આવે છે પરંતુ સરકારશ્રી ની ઉજ્જવલ યોજનાના ગેસના બાટલા ઉંચા ભાવે બારોબાર વેચાણ કરવો એ ધંધો બનાવી દીધો છે ત્યારે આજે જિલ્લા પુરવઠા અધિકારીની સુચના અનુસાર ડીસા શહેર મામલતદાર એસ ડી બોડાણા સહિત જિલ્લા પુરવઠા વિભાગની ટીમ અને સ્થાનિક પુરવઠા મામલતદારો સાથે રાખીને શહેરના અલંગ અલંગ વિસ્તારોમાં હોટલ અને રેસ્ટોરન્ટમાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ડીસાની પ્રખ્યાત દિપક હોટલમાંથી ઘરેલું ગેસના 7 બોટલો મળી આવી હતી જ્યારે અન્ય હોટલ રેસ્ટોરન્ટમાંથી 8 બોટલો મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી જ્યારે ડીસા ગોગા આપા હોટલમાંથી 2 બોટલ રાજશ્રી સ્વીટ માંથી 1 ચમન ફાસ્ટ ફુડ માંથી 1 બોટલ કચ્છી કિંગ નાસ્તા હાઉસમાંથી 1 બોટલ હિંગળાજ નાસ્તા હાઉસમાંથી 1 બોટલ બજરંગ કડી પકોડામાંથી 1 બોટલ અને બંસી કાઠિયાવાડી હોટલમાંથી 1 બોટલ એમ કુલ મળી 15 ઘરેલું ગેસની બોટલો મળી આવતાં શહેર મામલતદાર સહિત પુરવઠા વિભાગની ટીમ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને 43.804. નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાતાં ગેસનાં બાટલાનુ બારોબાર કાળાબજારી કરતાં લેભાગુ લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે