બનાસકાંઠા એસઓજી પોલીસે સુઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારની બોર્ડર પર આવેલા દુદોસણ ગામમાંથી એક નાળી બંદૂક તેમજ એક દેશી બનાવટના તમંચા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. એસઓજી પોલીસે કુલ 10 હજારથી વધુનો મુદ્દામાલ કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બનાસકાંઠા એસઓજી પોલીસ સ્ટાફ સુઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતા.દરમિયાન એસ.ઓ.જી પોલીસને મળેલી બાતમીના આધારે દુદોસણ ગામની સીમમાં રહેતા માનસંગ ઠાકોરના ખેતરમાં રહેણાક છાપરામાંથી દેશી બનાવટી એક નાળી બંદૂક અને એક દેશી તમંચા સાથે ઝડપી પાડ્યો હતો. કુલ 10 હજારથી વધુનો મુદ્દામાલ એસઓજી પોલીસે કબ્જે લઇ માનસંગ ઠાકોર વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.