વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા“મારી માટી,મારો દેશ-માટીને નમન,વીરોને વંદન અભિયાન દ્વારા નાગરિકોમાં દેશની એકતા, અખંડિતતાને વધુ પ્રબળ બનાવવાનાં હેતુથી સમગ્ર દેશની સાથે પંચમહાલ જિલ્લા કાલોલ તાલુકા પંચાયત ખાતે તાલુકા કક્ષાના અમૃત કળશ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ઉપસ્થિતિ રહ્યા હતા. મારી માટી, મારો દેશ’ અભિયાન મુખ્ય ઉદેશ દેશની માટીનું ઋણ અદા કરવા અને આઝાદી માટે ત્યાગ,બલિદાન આપનારા મહાનાયકો,વીરો, શહીદોના સન્માનમાં દેશના તમામ ગામોમાંથી માટીને એકત્રિત કરીને કરીને દિલ્હી ખાતે પહોંચાડવાના હેતુ સાથે આયોજિત આ યાત્રાનો એક હેતુ દેશની નવી પેઢી અને નાગરિકોમાં દેશભાવના જગાવવા માટેનો છે.જે કાલોલ તાલુકા કક્ષાના કાર્યક્રમનું આયોજન તાલુકા પંચાયત ખાતે યોજાયો હતો જેમાં‘અમૃત કળશ’ યાત્રાનો કાર્યક્રમમાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સહિત તાલુકા વિકાસ અધિકારી, તાલુકા મંડળ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ,તાલુકા પંચાયત પ્રમુખ સવિતાબેન રાઠવા, ઉપપ્રમુખ ઈન્દ્રજીત રાઠોડ, કારોબારી અધ્યક્ષ ઉપેન્દ્રસિંહ ચાવડા,એપીએમસી ના પ્રમુખ,તાલુકા પંચાયત સમિતિના સભ્યો, સંગઠન ના હોદેદારો સાથે તાલુકા ભાજપના હોદ્દેદારો અને વિસ્તારનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं