સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિને પોતાના નૃત્ય વડે ઉજાગર કરી સમગ્ર વિશ્વમાં ભારત નૃત્યોને પ્રચલિત કરી ભારતીય નૃત્યના સાંસ્કૃતિક વારસાને આજના ફાસ્ટ અને અત્યાધુનિક યુગમાં પણ અકબંધ રાખી સાંસ્કૃતિક નૃત્યના વારસાને જીવંત રાખી કલા જગતમાં ભારતીય નૃત્યમાં પોતાની આન બાન અને શાન જાળવી રાખનાર આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કલાકાર ભરત બારીયા અને અક્ષય પટેલની બેલડી પૈકીના ગુજરાત તથા રાજસ્થાનના લોકનૃત્યના બાજંદા કલાકાર કે જેમણે નૃત્યાવલી સંસ્થા દ્વારા વિશિષ્ટ લોકનૃત્યો દેશ-વિદેશમાં અને ભારતભરના રાજ્યોમાં રજૂ કરી વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર ગુજરાતનું ગૌરવ એવા નૃત્ય અદભૂત કલાકાર અક્ષય પટેલને ગુજરાત લોકકલા ફાઉન્ડેશન દ્વારા આજરોજ અમદાવાદના ટાગોર હોલ ખાતે સન્માનિત કરી તેઓની વિશિષ્ટ નૃત્ય કલા બદલ ગુજરાત લોકકલા રાષ્ટ્રીય ગૌરવ પુરસ્કાર ૨૦૨૩ના પુરસ્કારથી સન્માનિત કરી સન્માન પત્ર અને વિશેષ ટ્રોફી અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા છે જેને લઈને અક્ષય પટેલના પરિવારજનો સહિત તેઓના લાખો ચાહકો અને સમગ્ર ગુજરાત ભરના લોકોમાં ભારે ગૌરવ સાથે ખુશીની લાગણી ફેલાઈ જવા પામી છે જેમાં અમદાવાદ ખાતે ટાગોર હોલમાં તેઓને સન્માનિત કરવાના કાર્યક્રમમાં પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ અને લોકલા ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ સહિત ગુજરાતના અનેક મહાનુભવોની હાજરીમાં ગુજરાત લોકકલા રાષ્ટ્રીય ગૌરવ પુરસ્કાર 2023 થી સન્માનિત કરાતા અક્ષય પટેલે પોતાને ગુજરાતના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર એવા ગુજરાત લોકકલા રાષ્ટ્રીય ગૌરવ પુરસ્કાર -2023 નું સન્માન આપવાને લઈને ભારે હર્ષની લાગણી સાથે ભાવવિભોર થઈ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મને આજે જે સન્માન ગુજરાત લોકકલા રાષ્ટ્રીય ગૌરવ પુરસ્કાર 2023 ના નામનું આપી સન્માનિત કરવામાં આવ્યો છે તે બદલ હું આ વિશેષ અને શુભ પ્રસંગે ગુજરાત લોકકલા ફોઉન્ડેશનના મેનેઝિંગ ટ્રસ્ટી શ્રી પદ્મશ્રી જોરાવર સિંહ જાદવ અને મહાનુભવો તેમજ મારા ચાહકો તેમજ ગુજરાતની તમામ ગૌરવંતી પ્રજા સહિત સમગ્ર દેશભરના લોકોનો ખુબ ખુબ આભાર પ્રગટ કરું છું અને સૌથી વિશેષ મારા જીવનની આ શ્રેષ્ઠ અને યાદગાર સફરના મારા સાથીદાર ભરતભાઈ બારીયા સહિત મારા સર્વે કલા ગુરુજનોનો પણ ખુબ ખુબ આભાર પ્રગટ કરું છું અને હું આ સર્વોચ્ચ સન્માન મારા નૃત્યાવલીના કલાકારો અને મારા પરિવારને સમર્પિત કરું છું.