જૈન સંપ્રદાયના આચાર્યશ્રી દર્શનવલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબ વિચરણ કરતા કરતા ચતુર્માસ કરવા નડીઆદ અજીતનાથ જીનાલયમાં આવી પહોંચતા સદ્ભાવના, કોમી એખલાસ અને ભાઇચારાનો સંદેશો લઇ સમસ્ત મુસ્લિમ વિકાસ ફાઉન્ડેશન નડીઆદ હોદારો તેમજ મુસ્લીમ શ્રેષ્ઠીઓ આવી પહોંચ્યા. સકારાત્મક સાથે આણંદ સૌ હળીમળીને એક ઉજ્જ્વળ ભવિષ્ય તરફ પ્રયાણ કરીએ. માનવ સેવા પરમો ધર્મ અપનાવીએ એવા પ.પૂ. આચાર્યશ્રી દર્શનવલ્લભ સુરીશ્વરજી મહારાજે આશીર્વચન પાઠવ્યા. આ સમયે સંસ્થાના પ્રમુખ અરશીદભાઇ શેખ, જન. સેક્રેટરી ઇદ્રીશભાઇ મુસા, ઉપપ્રમુખ ગુગરમાન હબીબભાઇ, ખજાનચી ઇન્તીયાઝ વૈદ્ય, કન્વીનર ફીઝભાઇ મલેક, જોઇન્ટ રીક્રેટરી ઇકબાલભાઇ મેમણ, કમરૂદ્દીન કાઝી, જૈન સમાજના ટ્રસ્ટી શૈલેષભાઇ શાહ, જીજ્ઞેશભાઇ શાહ (ભોલાભાઇ) તેમજ મુસ્લીમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.