રાજ્યસરકાર દ્રારા દારૂબંઘીને લઇ મોટા-મોટા કાવાદાવાઓ કરવામાં આવતા હોય છે.ગાંધી અને સરદારના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર હોય તેવુ સ્ષસ્ટ નજરે પડી રહ્યો છે લઠ્ઠાકાંડ સર્જાયા બાદ આખેઆખી રાજ્યસરકાર ભીંસમાં મુકાઇ હતી દારૂબંધીના કડક અમલવારી કરાવવા આદેશ જાહેર કર્યા હતા પરંતુ થોડાક દિવસ કડક અમલવારી બાદ સ્થિતિ જેમની તેમ છે. રાજ્યસરકારના કાયદાઓને પણ બુટલેગરો ઘોળીને પી જઇ રહ્યા છે જાણે કે હવે બુટલેગરો બેફામ બન્યા છે પોલીસ વિભાગમાં અમુક ભ્રષ્ટ્ર અધિકારી અને કર્મચારીઓના છુપા આર્શીવાદથી ગુજરાતમાં દારૂ બેરોકટોક પણે ઘુસાડવામાં આવી રહ્યો છે તેને લઇ PCB સક્રિય બની છે અને દારૂની ખેપની નિષ્ફળ બનાવી રહી છે

PCB ની ટીમેને બાતમી મળી હતી કે વડોદરા ગોલ્ડન ચોકડી પાસે કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો કેટલાક શખ્સો લઇ જઇ રહ્યા છે બાતમીના આધારે PCB એ દરોડા પાડી શંક્સ્પદ ટ્રકને રોકી તલાશી લેતા વિદેશી દારૂ ભરેલો કન્ટેનર મળી આવ્યો હતો જે દારૂ હરિયાણાથી સુરત લઇ જવાતો હતો પરંતુ વડોદરા ગોલ્ડન ચોકડી પાસે PCB વોચ ગોઠવી કન્ટેનર ઝડપી પાડ્યો હતો અને ડ્રાઇવર જગદીશ બિશ્નોઇ અને કલીનરની ધરપકડ કરી હતી

PCBએ 40. 99 લાખનો વિદેશી દારૂ તેમજ કન્ટેનર સહિત 56 લાખનો મુદ્દામાલ કબ્જે કરી દારૂ મોકલનાર અને દારૂ માંગવનાર કોણ છે તે અંગે સઘન પૂછપરછ હાથધરી છે