AMBAJI // અંબાજીમાં મહિલાઓ સાથે પુરુષો પણ હવે ગરબા રમી શકશે..

મંગળવારે નિર્ણય બદલાતાં ચાચર ચોકમા મહિલાઓ પુરૂષો અલગ- અલગ લાઈનમાં ગરબે ઘૂમ્યા હતા, મંગળવારે નિર્ણય બદલાતાં ચાચર ચોકમા મહિલાઓ-પુરૂષો અલગ- અલગ લાઈનમાં ગરબે ઘૂમ્યા હતા..

જૂની પ્રથા મુજબ ચાચર ચોકમાં પુરુષોની અને મહિલાઓની અલગ અલગ કતારોમાં ગરબા

દર્શન માટે અન્ય ગેટ ખોલાયાં, પ્રથમ દિવસે પુરુષ ભક્તોમાં ચાચર ચોકમાં પ્રવેશ ન અપાતા નારાજગી વ્યાપી હતી..

મોહનથાળના પ્રસાદ બદલાવાના વિવાદ પછી અંબાજી મંદિરમાં કેટલાક સમયથી લેવાતાં નિર્ણય સતત ચર્ચામાં રહ્યા છે. મોહનથાળમાં નકલી ઘી પ્રકરણની સ્યાહી સુકાઈ નથી ત્યાં નવરાત્રીના પ્રથમ દિવસે એક જ ગેટ ખુલ્લા રાખવાનો અને મહિલાઓ અને પુરુષો અલગ અલગ ગરબા કરવાના નિર્ણયનો વિરોધ થતાં મંગળવારે મંદિર ટ્રસ્ટને નિર્ણય બદલવો પડ્યો હતો. હવે ચાચર ચોકમાં પુરુષો અને મહિલાઓ અલગ અલગ લાઇનમાં ગરબા કરી શકશે. બજી બાજુ ભક્તોની ભીડને જોતા મંદિરના અન્ય ગેટ પણ દર્શનાર્થીઓ માટે ખોલી દેવાયા છે..

શક્તિપીઠ અંબાજી ધામમાં મા અંબાના મંદીરમાં પ્રથમ નોરતે જ ભકતોનું ઘોડાપૂર મા ના દર્શન કાજે ઉમટ્યું હતું. દરમ્યાન મંદીરના મુખ્ય શક્તિ દ્વારને બાદ કરતા અન્ય ગેટ ને બંઘ કરી દેવામાં આવતા ભારે ભીડ અને અવ્યવસ્થા સર્જાઇ હતી. ત્યારે યાત્રિકોની ફરિયાદો અને સુવિદ્યાને લઇ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા બીજા નોરતે મંદિરના અન્ય ગેટ ખુલ્લાં કર્યા હતા. પરિણામે બીજા નોરતે દર્શનાર્થીઓ સુખ રૂપ દર્શન કર્યાનો અહેસાસ અને સંતોષ વ્યક્ત કર્યો હતો.તો બીજી તરફ અંબાજી મંદિરમાં પ્રથમ વાર મંદીર ચાચરચોકમાં સ્ત્રી અને પુરૂષને જુદી જુદી જગ્યાએ ગરબા રમવા અને પ્રવેશ માટે કરાયેલા દેવસ્થાન ટ્રસ્ટના નિયમને લઇ ગરબા રસીકોમાં ભારે નારાજગી વ્યાપી હતી..

જ્યાં ભકતોની માગણીને ધ્યાને લઇ ટ્રસ્ટ દ્વારા બીજા નોરતેથી મંદીરના દ્વાર ખોલવા સહિત કેટલાક સુરક્ષાના નિયમને આધીન ચાચરચોકમાં ગરબા રમવાની છૂટ આપવામાં આવી છે. જેને લઈને અંબાજી ધામ અને ખેલૈયાઓમાં આનંદની લાગણી પ્રવર્તી છે..

મહિલાઓએ મન મૂકી ગરબા કર્યા અંબાજી ખાતે મંદિર પરિસરમાં એક દિવસીય નવરાત્રી ઉત્સવનું ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રાસ-ગરબાનુ ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં પાયલ વખારીયા ટીમ સાથે કમલેશ બારોટ દ્વારા પોતાના સ્વરોથી માતાજીની આરાધના કરી હતી. જેમાં મોટી સંખ્યામાં માઈ ભકતો ઉપસ્થિત રહ્યા હતા, મોટી સંખ્યામાં ખેલૈયાઓએ રમઝટ બોલાવી હતી..