ડીસાનું ગૌરવ વધારતા ડો.મીત ઠકકરનું ચાહત બંગ્લોઝ ખાતે કરવામાં આવેલ સન્માન..
ડીસાના જાણીતા ટેક્ષ એડવોકેટ તેમજ નોટરી શ્રી રાજુભાઈ ઠકકર-વકીલ તેમજ શ્રીમતી શિલ્પાબેન ઠકકરના લાડકવાયા સુપુત્ર ચિરંજીવી ડો.મીત ઠકકરને એમ.ડી. પીડીયાટ્રીકસમાં જયપુર ખાતે એડમિશન મળતાં સમગ્ર રઘુવંશી લોહાણા સમાજ તેમજ ડીસાના ગૌરવમાં વધારો થયેલ છે..
ડો.મીત ઠકકર એમ.ડી.ના ઉચ્ચ અભ્યાસર્થે એકાદ-બે દિવસમાં જયપુર જનાર હોઈ તેમની નિવાસસ્થાન સોસાયટી ચાહત બંગ્લોઝના સૌ રહેવાસીઓએ સાથે મળી નવરાત્રિના પ્રથમ દિવસે ચાચર ચોકમાં સામૂહિક રીતે તેમનું સાલ ઓઢાડી સન્માન કરી શુભેચ્છાઓ તેમજ આશીર્વાદ પાઠવી અભિનંદન આપ્યા હતા..
આ અવસરે સર્વ ભગવાનભાઈ બંધુ, ત્રિભોવનદાસ ગોકલાણી, નવીનભાઈ જીવરાણી, સુરેશભાઈ વાલેવડાવાળા, વસંતભાઈ સોની, ધર્મેન્દ્રભાઈ પટેલ, જયંતિભાઈ આચાર્ય, મહેશભાઈ પોપટ, ગૌતમભાઈ પરમાર, વિષ્ણુભાઈ ઠકકર, ઝેબરબેન ચૌધરી, ગીતાબેન જોષી, ભારતીબેન પાંચાણી, હીરાબેન માળી, સોનલબેન ઠકકર ચારૂબેન બી.ઠકકર સહિત સૌએ સાથે મળી સમગ્ર ચાહત બંગ્લોઝ વતી ડો.મીત ઠકકરને અતિ ઉજ્જવલ ભવિષ્ય માટે તેમજ સમાજ સેવા માટે બહુમાન કરી શુભેચ્છાઓ પાઠવી હતી..
ડો.મીત ઠકકરનાં દાદા-દાદી સુરેશભાઈ ઠકકર, સવિતાબેન ઠકકર તેમજ તેમના સમગ્ર પરિવારે ડો મીત ઠકકરનું સન્માન કરી તેને પ્રોત્સાહન આપવા બદલ ચાહત બંગ્લોઝના નિવાસીઓ પ્રત્યે ૠણ સ્વિકારની લાગણી વ્યક્ત કરી હતી..