હાલોલ તાલુકાના કંજરી ગામે ગોલ ગામડી ફળિયામાં પોતાના મામા પ્રવીણભાઈ ધનાભાઈ રાઠવા સાથે બાળપણથી રહેતો 14 વર્ષીય બાળક રામાભાઈ સંજયભાઈ રાઠવા મૂળ રહેવાસી નવા ઢીકવા તાલુકા હાલોલનાઓ નિત્યક્રમ મુજબ કંજરી ગામે સ્મશાન પાછળ આવેલ કોતર ખાતે બકરા લઈને ચરાવવા ગયો હતો જ્યાંથી તે પરત મોડી સાંજ સુધી ઘરે ના આવતા તેના મામા સહિતના પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને રામાની શોધખોળ હાથ ધરી હતી જેમાં શોધખોળ દરમ્યાન કંજરી ગામે સ્મશાન પાછળ આવેલ કોતર પર આવેલ એક ઝાડની ડાળીએ પોતાનો શર્ટ બાંધી શર્ટનો ગાળીયો બનાવી પોતાના ગળે ભરાવી ગળે ફાંસો ખાઈ મરણ ગયેલ હાલતમાં રામાનો મૃતદેહ મળી આવતા પરિવારજનો તેના મૃતદેહન જોઈ ભારે દુઃખ સાથે આઘાતમાં સરી પડ્યા હતા જ્યારે બનાવને લઈને કંજરી ગામ અને રામાના મૂળ વતન નવા ઢીકવા સહિત સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી સાથે ચકચાર મચી જવા પામી હતી અને એક 14 વર્ષની ઉંમરના બાળકે કયા સંજોગોમાં કેવા વિચાર અને કેવી માનસિકતા સાથે આત્મહત્યા કરવાનું અંતિમ પગલું ભરી પોતાનું જીવન ટૂંકાવ્યું તે અંગે તરેહ તરેહની ચર્ચાઓ ઉઠવા પામી હતી જ્યારે મૃતક રામાના મૃતદેહને હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો હતો જેમાં બનાવની જાણ થતા હાલોલ રૂરલ પોલીસ પણ ઘટના સ્થળ સહિત રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને રામાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી તેનો મૃતદેહ પરિવારજનોને સોંપ્યો હતો જ્યારે બનાવ અંગે હાલોલ રૂરલ પોલીસે અકસ્માત મોત અંગેની નોંધ કરી 14 વર્ષની કાચી બાળ વયની ઉમરે પોતાના જીવનનો અંત લાવી કોઈ અગમ્ય કારણોસર મોતને વહાલું કરવાનો અંતિમ નિર્ણય લેનાર રામાના આત્મહત્યા કરવાના બનાવમાં ક્યાં કારણોસર તેણે આત્મહત્યા કરી તે અંગેની આગળની વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કવાંટ તાલુકાના ક્યા ગામમાં પડ્યો ધોધમાર વરસાદ..??જુઓ
કવાંટ તાલુકાના ક્યા ગામમાં પડ્યો ધોધમાર વરસાદ..??જુઓ
शिरुर तालुक्यातील सैनिकांच्या कुटूंबासोबत दिवाळी सन्मान सोहळा साजरा
शिरुर: आपल्या देशाचे सैनिक हे जिवावर उदार होऊन मृत्यूची कसलीही तमा न बाळगता सीमेवर डोळ्यात तेल...
વટાવ શાળાના બાળકોએ પોલીસ મથકની મુલાકાત લીધી
વટાવ ગામે આવેલી પ્રાથમિક શાળાના બાળકોએ મહેળાવ પોલીસ મથકની મુલાકાત લીધી હતી. અને પોલીસ મથકમાં...
પડધરી: તરઘડી ગામે ગાત્રાળ ગરબી મંડળની બાળાઓ દ્રારા ભુઆ રાશની રમઝટ
પડધરી: તરઘડી ગામે ગાત્રાળ ગરબી મંડળની બાળાઓ દ્રારા ભુઆ રાશની રમઝટ