જ્યારે સમગ્ર રાજ્ય "આપણી દીકરી, આપણાં આંગણે" સૂત્ર અંતર્ગત શેરી ગરબાને વધુ મહત્વ આપતું હોય ત્યારે આજ થી ૨૬ વર્ષ ૧૯૯૭ થી પહેલાં થી જ આ વિધાન ને સાર્થક બનાવતો કાલોલ નગર નો વિસ્તાર ભાગ્યોદય સોસાયટી અને ચામુંડા સોસાયટી ૨૭ મો નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરી રહ્યુ છે.

૨૭ વર્ષ થી ભાગ્યોદય સોસાયટીમાં ખોડીયાર માતાજી અને ચામુંડા માતાજી નું મંદિર સ્થિત છે જ્યાં ભાગ્યોદય અને ચામુંડા સોસાયટી ના તમામ રહીશો ઉત્સાહભેર ઉજવણી કરતા જોવા મળે છે.નોંધનીય છે કે અહી દર વર્ષે કંઇક ને કંઇક નવીન આયોજન કરીને માતાજીના દર્શન કરાવે છે ત્યારે સમગ્ર નગરે આવા ઐતિહાસિક ઉજવણી ની મુલાકાત લેવી જોઈએ તેવી અપીલ આયોજકો દ્વારા કરવામાં આવી છે