જીલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ અત્રેના જીલ્લામાં નાસતા ફરતાં વોન્ટેડ આરોપીઓને પકડવા માટે ડ્રાઈવ રાખી જરૂરી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે આધારે કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.ડી.તરાલ તથા સવેલન્સ સ્ટાફના માણસો સાથે પો.સ્ટે.હતા તે દરમ્યાન હ્યુમન સોર્સીસ તેમજ ટેકનીકલ સર્વેલન્સ આધારે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, કાલોલ પોલીસ સ્ટેશનના ચોરીના ગુન્હાના કામનો છેલ્લા છ વર્ષથી નાસતો ફરતો આરોપી નામે મનો ઉફે મનુ ઉફે કાણીયો છીસકાભાઈ જાતે મેડા રહે. ખંગેલા ગામ તા.જી.દાહોદ નાનો તેના ઘરેથી ગોધરા-કાલોલ થઈને પાવાગઢ જનાર છે તેવી બાતમીના આધારે કાલોલ શામળદેવી ચોકડી પાસે વોચ તપાસમાં રહી આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરલે છે.