છોટાઉદેપુર તાલુકાના ગુંગાવાડા ગામે રહેતા ભાવસિંગભાઈ કલજીભાઈ રાઠવા ના ઘર નજીક આવેલ કૂવામાં રાત્રી દરમિયાન વન્ય પ્રાણી દીપડો ખાબક્યો હોવાની જાણ વહેલી સવારે કુવા માલિક ને થતા તેણે છોટાઉદેપુર વન વિભાગને જાણ કરી હતી,જાણ થતા જ છોટાઉદેપુર રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિરંજન રાઠવા પાંજરા સહિત રેસ્ક્યુની સામગ્રી લઈને સ્થળ ઉપર પહોંચ્યા હતા અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી,વન વિભાગ દ્વારા આંખે આખું પાંજરું કૂવામાં ઉતારી અને દીપડાને માત્ર 5 જ મિનિટમાં પાંજરે પુરી બહાર કાઢી લઈ છોટાઉદેપુર નર્સરી ખાતે લાવવામાં આવ્યું હતું,રેસ્ક્યુ કરાયેલ વન્ય પ્રાણી 3 વર્ષની માદા દીપડી હોવાનું વન અધિકારીએ જણાવ્યું હતું, રેસ્ક્યુ કરાયેલ દીપડીનું વેટનરી ઓફિસર દ્વારા  શારીરિક તપાસ કર્યા બાદ જોતે સંપૂર્ણ સ્વસ્થ જણાશે તો તેને જે વિસ્તારમાંથી રેસ્ક્યુ કરાઈ એજ વિસ્તારના નજીકના જંગલમાં રાત્રી દરમિયાન મુક્ત કરવામાં આવશે તેમ RFO નિરંજન રાઠવાએ જણાવ્યું હતું.