કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખેડા જિલ્લા આરોગ્ય શાખા દ્વારા નારી વંદના ઉત્સવની ઉજવણીમાં સ્ત્રીરોગ નિદાન કેમ્પમાં સ્ત્રીઓની તપાસ કરાઇ હતી. જેમાં સ્ત્રીઓને હિમોગ્લોબિનની, બી.પી તેમજ અન્ય બીમારીની તપાસ કરાઇ હતી. સ્ત્રીઓને આર્યન ફોલીક એસીડની ગોળીઓનું વિતરણ કર્યું હતું. આ નિદાન કેમ્પમાં કપડવંજના સ્ત્રીરોગ નિષ્ણાત ડૉ. ભાવિક પટેલ અને કપડવંજ આરોગ્ય સુપરવાઈઝર રમેશભાઈ તેમજ આરોગ્યના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.