અમદાવાદ/ગુજરાત : આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી એ લમ્પી વાયરસના ગંભીર મુદ્દે વાત કરતા કહ્યું કે, ગુજરાત માં માતા તરીકે પૂજાતી ગાય ના લમ્પી વાયરસના કારણે મૃત્યુ થઇ રહ્યા છે. આંકડાઓ અનુસાર દિવસમાં 150 જેટલી ગાય માતા મૃત્યુ પામે છે. લમ્પી વાયરસ આવવાનો હતો, આવી પણ ગયો છતાંય તેના માટે વેક્સીનેશન ના થયું, અને તેના પર કોઈ પગલાં લેવાયા નથી. ભાજપ સરકારે જે જરૂરી ધ્યાન આપવાનું હતું તે આપ્યું નથી. ભાજપ સરકાર બસ દારૂ વેચવાના હપ્તા લેવા પાછળ પડી રહી, ભાજપ ની આવી બેદરકારી ના કારણે આજે ગુજરાત માં હજારો ગાયો ના મોત થયા છે.

ફક્ત લમ્પી વાયરસના કારણે ગાયોના મૃત્યુ થયા છે તેવું નથી, પરંતુ જે વેક્સીનેશન કરવાનું હતું તેમાં એક ડૉક્ટર ની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઇ હતી અને સૌ જાણે છે કે ડોક્ટરે કહ્યું હતું કે વેક્સિનેશન ની જગ્યા એ મીઠા ના પાણી નું ઈન્જેકશન ગાયો ને આપી દો. અત્યાર સુધી ગાયો ની મૃત્યુ ના ઓફિશીયલ આંકડા 5000 જેટલા છે, પરંતુ જે રખડતી ગાયો છે, રખડતી ભેંસ છે કે પછી બીજા રખડતા ઢોર છે તેના કેટલા મૃત્યુ થયા હશે. કચ્છ, સૌરાષ્ટ્ર, જામનગર, દ્વારકા એમ ગુજરાત માં જ્યાં પણ જાવ ત્યાં લમ્પી વાયરસના કારણે ગાયો ની મૃત્યુ થઇ છે. લમ્પી વાયરસના કારણે 5000 ગાયો સહિત 25000 જેટલા બીજા પશુઓના મૃત્યુ થયા છે. આ હજારો ગાયો ની મૃત્યુ પાછળ સંપૂર્ણ પણે ભાજપ સરકારની બેદરકારી, સરકારની નિષ્કાળજી અને સરકારની ચલક ચલાણું નીતિ જવાબદાર છે.

ઈસુદાન ગઢવી એ કહ્યું કે, મારે દુઃખ સાથે કહેવું પડે છે કે લઠ્ઠાકાંડ ની અંદર આટલા લોકોના મૃત્યુ થયા બાદ પણ લઠ્ઠાકાંડ ને કેમિકલકાંડ કહીને ખપાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. તે ખુબ જ દુઃખદ ઘટના છે, પરંતુ વડાપ્રધાન જી ગુજરાત આવ્યા ને 50 થી વધુ મૃત્યુ થયા હોવા છતાંય તે સહાનુભૂતિ કે શ્રદ્ધાંજલિ ના નામે એક શબ્દ પણ બોલ્યા નથી. શું ગુજરાતના નાગરિકો આ દેશના નાગરિકો નથી? ભાજપ ની બેદરકારી અને હપ્તા ખોરી ના કારણે, કટકીબાજ ના કારણે, હજારો કરોડો ની લાલચ ના કારણે લઠ્ઠાકાંડ માં મૃત્યુ થયા છે છતાંય તેમની મૃત્યુ પર ભાજપના લોકો એક શબ્દ પણ બોલી નથી રહ્યા.

સૌ જાણે છે કે લમ્પી વાયરસ ના કારણે ઘણી ગાયો ના મૃત્યુ થયા છે તો પણ જ્યારે ભાજપ ના નેતાઓ ડેરીઓ ના ઉદ્ધઘાટન કરે છે, દુધારા પશુઓના કાર્યક્રમ માં જાય છે ત્યારે લમ્પી વાયરસના કારણે થયેલી ગાયો ની મૃત્યુ માટે એક શબ્દ પણ ઉચ્ચારતા નથી. આ કેવા પ્રકાર ની રાજનીતિ છે?

‘આપ’ એ લમ્પી વાયરસ થી થતી ગાયોની મૃત્યુ અટકાવવા માટે સરકાર પાસે મફત વેક્સિનેશન સુવિધા આપવાની માંગ કરી.

ભાજપ સરકાર ‘આપ’ ને ગાયો માટે મફત માં વેક્સિનેશન કરવાની છૂટ આપે: ઈસુદાન ગઢવી

લમ્પી વાયરસના કારણે 5000 ગાયો સહિત 25000 જેટલા બીજા પશુઓના મૃત્યુ થયા છે: ઈસુદાન ગઢવી

ગુજરાતના દરેક જિલ્લામાં લમ્પી વાયરસના કારણે હજારો ગાયો મૃત્યુ પામી રહી છે: ઈસુદાન ગઢવી

ભાજપ સરકાર ગાય માતા પર ખોટી રાજનીતિ કરવાનું બંધ કરે: ઈસુદાન ગઢવી

ગાયો પર રાજનીતિ કરનારી ભાજપ, આજે હજારો ગાયો ની મૃત્યુ પર મૌન છે: ઈસુદાન ગઢવી

પહેલા જ્યારે કોઈ એક રાજ્ય માં એક ગાય ની મૃત્યુ થઈ હતી ત્યારે ભાજપ ના કોઈ નેતા અનશન પર બેઠા હતા. અને આજે જયારે હજારો ગાયો ની મૃત્યુ થઇ છે, વેક્સિનેશન નથી થઇ રહ્યું, મીઠાના પાણીના ઈન્જેકશન આપવાની વાતો થઇ રહી છે છતાંય ભાજપના એક પણ નેતા ના મોઢે થી લમ્પી વાયરસ માટે કોઈ પણ પ્રકાર ની ટિપ્પણી નથી નીકળી રહી. ભાજપ ની ગજબ ની રાજનીતિ છે અને ભાજપ ના નેતાઓના ગજબ ના ઝમીર મરી ગયા છે. એવું કહેવાતું હતું કે ગાય માતા માટે તો ભાજપના નેતાઓ મરી પડે, પણ હવે લાગે છે કે એ જ ભાજપ ના નેતાઓ સંપૂર્ણ પણે નમાલા થઇ ગયા છે.

હું ભાજપ ના નેતાઓ ને કહેવા માંગુ છું કે, જો લમ્પી વાયરસના કારણે હજારો ગાયો ની મૃત્યુ પર તમે જો એક શબ્દ પણ ઉચ્ચારી નથી શકતા તો ત્યારે બીજી વખત ગાય માતાનું નામ તમારા મોઢા પર ના આવવું જોઈએ. હાલ જેમ ગાયો ની મૃત્યુ થઇ રહી છે અને ભાજપ વાળા તેના પર ધ્યાન નથી આપી રહ્યા અને એમ જો આગળ જઈને કોઈ પણ કારણસર ભાજપ ના નેતાઓ એ ગાય માતાનું નામ તેમના મોઢે લીધું તો ગુજરાત ની જનતા તેમને દોડાવી દોડાવી ને મારશે. હાલ ગાય પ્રેમીઓમાં રોષ ફેલાયો છે, ગાય પ્રેમીઓ દુઃખી છે, ગાય પ્રેમીઓ રડી રહ્યા છે કે ભાજપ ની બેદરકારી ના કારણે ગૌશાળામાં જ અમારી ગાયો મૃત્યુ પામી છે. ભાજપ સરકારે ગાયો પર બઉ રાજનીતિ કરી લીધી. શરમ આવે છે મને આ ભ્રષ્ટ ભાજપની સરકાર અને તેના નમાલા નેતાઓ ઉપર. ગાયો પર રાજનીતિ કરનારી ભાજપ, આજે હજારો ગાયો ની મૃત્યુ પર મૌન છે.

આમ આદમી પાર્ટી તેમના નેતા અને કાર્યકર્તાઓ પાસેથી ફંડ ઉઘરાવીને વેક્સિનેશન ની વ્યવસ્થા કરી લેશે, એટલે અમારી ભાજપ સરકાર થી અપીલ છે કે, આમ આદમી પાર્ટી ને ગાયો માટે મફત માં વેક્સિનેશન ની વ્યવસ્થા કરવાની છૂટ આપે જેના કારણે અમે લમ્પી વાયરસ થી થતી હજારો ગાયો ની મૃત્યુ અટકાવી શકીયે.

આ મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફેરેન્સ માં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી સહિત આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ સાગર રબારી પણ હાજર રહ્યા હતા.