આજ રોજ તા. 15/10/2023 ને પવિત્ર નવરાત્રી ના પ્રથમ નોરતે બનાસકાંઠા જિલ્લા NSUI દ્વારા મહાત્મા ગાંધી ભવન, પાલનપુર ખાતે સિનિયર આગેવાનોની ઉપસ્થિતિ જિલ્લા NSUI ના નવનિયુક્ત પ્રમુખ શ્રી હાર્દિકભાઈ પઢીયાર નો શપથવિધિ સમારોહ યોજવામાં આવ્યો. હાર્દિક પઢીયાર ના શપથવિધિ સમારોહ બાદ મહાત્મા ગાંધી ભવન, પાલનપુર ખાતે જિલ્લા NSUI ના કાર્યાલયનું મુહર્ત કરવામાં આવ્યું જ્યાં વિદ્યાર્થીઓ એ મોટી સંખ્યમાં હાજર રહી નવનિયુક્ત પ્રમુખ ને શુભેચ્છાઓ આપી.

આ પ્રસંગે હાર્દિક પઢીયાર એ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લા NSUI પ્રમુખ તરીકે હું વિદ્યાર્થી પ્રતે મારી તમામ ફરજો નીભાવિશ અને જિલ્લા ના અંતરિયાળ વિસ્તારમાં ચાલતી સરકારી શાળાઓની બેદરકારી બાબતે પણ વિદ્યાર્થીઓની સાથે ખભે થી ખભો મિલાવી લડત લડીશ.