*વિશ્વ સિંહ દિવસ-2022*
આજ રોજ શ્રી કરલા પ્રાથમિક શાળામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજના કાર્યક્રમ ની સૂચિ મુજબ સવારે પ્રાર્થના પૂર્ણ કર્યા બાદ ધોરણ ૧થી ૮ ના બાળકોને વિશ્વ સિંહ દિવસ અંતર્ગત માહિતી આપી હતી.
ગુજરાત રાજ્યનો સૌરાષ્ટ્ર વિસ્તાર ભારત દેશના ગૌરવ સમાં એશીયાઇ સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસ સ્થાન છે. આ બાબત નું સૌરાષ્ટ્રના લોકો ખૂબ ગર્વ અને ગૌરવ અનુભવે છે. એશીયાઇ સિંહો સૌરાષ્ટ્ર વિસ્તારના ગીર જંગલ તેમજ ગીર આસપાસના અન્ય વિસ્તારોમાં જોવા મળે છે. આવા એશીયાઇ સિંહોના સંરક્ષણ અને સંવર્ધનમાં સૌરાષ્ટ્ર વિસ્તારના સ્થાનિક લોકોનો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહયોગ રહ્યો છે.
આ ઉપરાંત ઐતિહાસિક પરિપેક્ષ , એશિયાઈ સિંહની અગત્યતા , સિંહના નિવાસ સ્થાનનું વ્યવસ્થાપન , એશિયાઈ સિંહના બચાવ માટે આપણે આટલું કરીએ ,સાવજ વિશેની ગેરમાન્યતાઓ વગેરેની માહિતી બાળકોને આપી આપણે પણ ગૌરવ લેવા જેવું છે. આપણા વિસ્તારની આસપાસ પણ સિંહોનો વસવાટ થાય છે એટલે આપણે તેની જાળવણીની વિશેષ જવાબદારી બને છે ત્યારબાદ ત્યારબાદ "સિંહ બચાવો " પ્રતિજ્ઞા લેવડાવી હતી.
રિપોર્ટર દિલીપ વાઘેલા સાવરકુંડલા