સાબરકાંઠા જિલ્લા આચાર્ય સંઘનું અધિવેશન નીલકંઠધામ પોઇચા મુકામે યોજાયું સાબરકાંઠા જિલ્લા આચાર્ય સંઘ નું અધિવેશન તથા શૈક્ષણિક અને વહીવટી માર્ગદર્શન અને નિવૃત્ત આચાર્યશ્રીઓનું બહુમાન, નવીન આચાર્યશ્રીઓનું સન્માન કાર્યક્રમ તારીખ 12 13 ઓક્ટોબર નીલકંઠધામ પોઇચા મુકામે યોજાયેલ.. ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ શ્રીમાન જે. પી. પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયું..
મુખ્ય મહેમાન તરીકે બોર્ડ સદસ્ય ડો. પ્રિયાવદન કોરાટ, રાજ્ય આચાર્ય સંઘના મહામંત્રી ઉમેશભાઈ પટેલ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ ભરતભાઈ પટેલ, માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટસિંહ મહિડા, રાજ્ય આચાર્ય સંઘના પ્રવક્તા ભાનુભાઈ પટેલ, બોર્ડ સદસ્ય એચ ડી પટેલ, , રાજ્ય સંચાલક મંડળ પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ, સંચાલક મંડળ પ્રમુખશ્રી આર ડી દાદા ઉપસ્થિત રહ્યા હતા. સાબરકાંઠા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ કિરણભાઈ પટેલે મહેમાનો તથા જિલ્લામાંથી પધારેલ સૌ આચાર્યો અને કાર્યક્રમના સહયોગીઓનું શબ્દોના ભાવથી હાર્દિક અભિવાદન કર્યું હતું. તેમજ શૈક્ષણિક આંદોલનના જુદા જુદા આઠ તબક્કાઓની માહિતી આપેલ...
આ પ્રસંગે ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ આચાર્ય પરિતોષિક મેળવનાર વેરાબર હાઈસ્કૂલના આચાર્યશ્રી મનીષ પાઠક અને ભૂતિયા હાઈસ્કૂલના આચાર્યશ્રી જીતેન્દ્ર નાયકનું વિશિષ્ટ બહુમાન સમારંભ અધ્યક્ષ જે પી પટેલ અને મંચસ્થ મહાનુભાવો દ્વારા કરવામાં આવેલ.
અધિવેશનની પૂર્ણાહુતિ બાદ સૌ મિત્રોએ સરદાર સરોવર ટનલ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, રાજપીપળા મહેલ, પારુલ યુનિવર્સિટીની મુલાકાત, પાવાગઢ મહાકાલી માતાના દર્શન નો લાભ લઈ અને ધન્ય બન્યા હતા... સૌ આચાર્ય મિત્રો એક યાદગાર સંભારણું લઈ અને છૂટા પડ્યા હતા.