જાંબુઘોડા તાલુકાના કોઠી પોયલી ગામે બે દિવસ અગાઉ વન રક્ષકની થયેલ કરપીણ હત્યાના ભેદ પરથી ગણતરીના કલાકોમાં જાંબુઘોડા પોલીસે પડદો ઉઠાવી હત્યાના આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી જેમાં જાંબુઘોડા તાલુકાના કોઠી ડુંગરા વિસ્તારમાં આવેલ કોઠી પોયલી ગામના ઈશ્વરભાઈ વનાભાઈ નાયકની બે દિવસ પૂર્વે હત્યા થઈ હતી જેઓ તેઓ વન રક્ષક તરીકે ફરજ બજાવતા હતા જેઓ રાત્રિના સુમારે પોતાની ફોઈના ઘરે રોકાયા હોવાનું જાણવા મળેલ છે ત્યારે મૃતકનો ભત્રીજો મોટી બેજ જવા માટે નીકળ્યો હતો. જ્યાં રસ્તામાં બાઇક સાથે પોતાની કાકા ઈશ્વરભાઈની લાશ જોવા મળતા તેણે પોતાના પરિવારને જાણ કરેલ હતી જેમાં બનાવની જાણ જાંબુઘોડા પોલીસને કરાતા પોલીસ તાબડતોડ ઘટના સ્થળે આવી પહોંચી હતી જેમાં જાંબુઘોડા પોલીસ મથકના પી.એસ.આઈ. ચુડાસમા સહિત પોલીસ સ્ટાફ દ્વારા વન રક્ષક ઈશ્વરભાઈ ની લાશ મળી આવવાના બાબતે તપાસ ધમધમાવી હતી જેમાં પોલિસ દ્વારા ગ્રામજનો સહિતના લોકોની પૂછપરછમાં હત્યાના આરોપી તરીકે પોઇલી ગામે રહેતા ગોરધનભાઈ ભણતાભાઇ નાયકનું નામ સામે આવ્યું હતું જેમાં ગોરધનભાઈ નાયકને મૃતક ઇશ્વરભાઇના ભાઈ દર્શનની પત્ની સાથે આડા સંબંધને કારણે રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં આરોપી ગોરધન અને મૃતક ઈશ્વરભાઈ વચ્ચે ઝઘડો થયો હતો જેને લઇ ગોરધનની આડા સંબંધની વાત આખા ગામમાં ફેલાઈ ગઈ હતી જેની અદાવત રાખી આરોપી ગોરધને ઈશ્વરભાઈને પતાવી નાખવાનો ઈરાદો અને પ્લાન બનાવી ઈશ્વરભાઈ જ્યારે બાઈક લઈને પસાર થાય ત્યારે તેઓને રોકવા માટે સીતાફળના ઝાડની ડાળીઓ કાપી રસ્તામાં આડસ કરી ઇશ્વરભાઇના આવવાનો રસ્તો રોક્યો હતો જેમાં ઈશ્વરભાઈ બાઈક લઈને આવતા આડસ કરેલ હોઈ તેઓ રોકાતા આરોપી ગોરધને મોકાનો લાભ ઉઠાવી મૃતક ઈશ્વરભાઈ સાથે ઝઘડો કરી સાગના લાકડા વડે ફટકા મારી તેમજ માથા તથા મોઢા ના ભાગે છરીના ઉપરાછાપરી ઘા કરી ગંભીર ઇજાઓ પહોંચાડતા ઈશ્વરભાઈ નું ઘટના સ્થળે છે મોત થયું હતું જેમાં આરોપી ઇશ્વરભાઇની કરપીણ હત્યા કરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો પરંતુ જાંબુઘોડા પોલીસે તેને ઝડપી લઇ તેની કડક પૂછપરછ હાથ ધરતા આરોપી ગોરધને ઈશ્વરભાઈ વનાભાઈ નાયકની હત્યા કરી હોવાનું કબુલ્યું હતું જેમાં જાંબુઘોડા પોલીસે તેની સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.