મે.નાયબ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા નાઓની સુચના હેઠળ મે.પોલીસ અધિક્ષકશ્રી ડો રાજદીપસિંહ ઝાલા સાહેબ દાહોદ, મે.નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી એસ.ડી. રાઠોડ દાહોદ વિભાગ દાહોદ નાઓએ મિલ્કત સબંધી ઘરફોડ ચોરી, વાહન ચોરીના બનાવો અટકાવવા તેમજ ગુન્હાઓ શોધી કાઢવા સારૂ જરૂરી સુચના અને માર્ગદર્શન કરેલ. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )   તેમજ ગઇ તા.૧૨/૧૦/૨૦૨૩ ના રોજ દિવસના સમયે જસવંતભાઈ ગોકળભાઈ જાતે ભરવાડ રહે.દાહોદ દેસાઈવાડા તળાવ ફળીયામાં તા.જી.દાહોદના રહેણાંક બંધ મકાનમાં કોઇ અજાણ્યા ચોર ઇસમે લોખંડની જાળીનો તથા લાકડાના દરવાજાના નકુચાઓ તોડી નાખી કબાટમાંથી સોનાની ચેઇન પેન્ડલવાળી તથા સોનાનો સિકકો-૧ તથા ચાંદીના સિકકા નંગ-૬ તથા રોકડા રૂ.૧૫,૨૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧૬,૧૨,૪૦૦/- ની ઘરફોડ ચોરી થયેલ જે બાબતે મે.પોલીસ અધિક્ષકશ્રી ડો રાજદીપસિંહ ઝાલા સાહેબ દાહોદ, મે.નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી એસ.ડી. રાઠોડ દાહોદ વિભાગ દાહોદ નાઓએ સદર ઘરફોડ ચોરીનો ગુન્હો ડીટેકટ કરવા સારૂ જરૂરી સુચના અને માર્ગદર્શન કરેલ.

જે અનુસંધાને કે.એન.લાઠીયા પોલીસ ઇન્સ્પેકટર તથા તેઓના પોલીસ સ્ટાફના માણસોની ટીમ દ્વારા હુમન સોર્સીસ મારફતે માહીતી મેળવી સદર ઘરફોડ ચોરી કરનાર ઇસમો બાબતે માહિતી મેળવી ચોરી કરનાર ઇસમો પૈકી ફિરદોસ ઉર્ફે અલાબલા ઇશાભાઇ જાતે શીતલ રહે.મોટા ઘાંચીવાડા ખડકી મહોલ્લા કસ્બા દાહોદ નાને પકડી પાડી ઘનિષ્ઠ પુછપરછ કરતાં સદર ચોરી પોતે તથા ફિરદોસ યુસુફ જાતે પીંજારા રહે.મોટા ઘાંચીવાડા સ્મશાન રોડ દાહોદવાળા જોડે મળી કરેલાની કબુલાત કરતાં ફિરદોસ ઉર્ફે અલાબલા ઇશાભાઇ જાતે શીતલનાઓ પાસેથી ચોરીમાં ગયેલ તમામ રોકડ રૂ.૧૫,૨૦,૦૦૦/- નો મુદ્દામાલ રીકવર કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.