૫૧ શક્તિપીઠો પૈકીના ૧ શક્તિપીઠ ગણાતા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગરની ટોચ પર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શન કરવા હજારો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ માઇ ભક્તો વાર તહેવાર સહિત રોજે-રોજ પાવાગઢ ખાતે પધારી માતાજીની પૂજા અર્ચના કરી પોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે જેમાં આસો અને ચૈત્રી નવરાત્રીમાં મહાકાળી માતાજીના દર્શન કરી માતાજીની આરાધના કરવાનો અનેરો મહિમા છે જેમાં આસો નવરાત્રીને આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે આગામી તા.૧૫.૧૦.૨૦૨૩ રવિવાર એકમના રોજથી આરંભ થતા આસો નવરાત્રીના આરંભ પેહલાથી જ યાત્રાધામ પાવાગઢ ખાતે માઈ ભક્તોનું ઘોડાપૂર ઉમટવાનું શરૂ થયું છે જેમાં આજે સમગ્ર ગુજરાત રાજ્ય સહિત આંતર રાજ્યોમાંથી માતાજીના રથ લઈ ઢોલ નગારા સાથે પગપાળા તેમજ પોતાના ખાનગી વાહનો તેમજ સરકારી બસોમાં યાત્રાધામ પાવાગઢ ખાતે પધાર્યા હતા જેમાં આજે શુક્રવારે હજારોની સંખ્યામાં માઇ ભક્તો મહાકાળી માતાજીના દર્શનાર્થે ઉમટી પડતા છેક ડુંગરની તળેટી ચાંપાનેથી લઈ માચી અને ડુંગર પર માતાજીના મંદિરના પરિસર સુધી ઠેરઠેર માનવ મહેરામણ ઉમટેલું જોવા મળ્યું હતું અને સમગ્ર પાવાગઢ ડુંગર સહિત તળેટીમાં ચાંપાનેર અને માચી ખાતેના રોડ રસ્તાઓ જય માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યા હતા. જેમાં આજે નવરાત્રીના આરંભ પહેલાથી જ હજારોની સંખ્યામાં માઇ ભક્તો પાવાગઢ ખાતે ઉમટી પડતા સ્થાનિક પોલીસ દ્વારા ભક્તજનોની સુરક્ષા સલામતીની જાળવણીને લઈને ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવી ઠેર ઠેર ચાપતી નજર રાખવામાં આવી હતી જ્યારે યાત્રાધામ પાવાગઢ ખાતે હજારોની સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડતા માં કાલિકા મંદિર ટ્રસ્ટ પાવાગઢના કર્મચારીઓ દ્વારા પણ તમામ માઈ ભક્તોને આરામ અને સહુલત સાથે મહાકાળી માતાજીના દર્શન કરાવવામાં આવ્યા હતા જ્યારે રવિવારના રોજ થી આરંભ થનાર આસો નવરાત્રીના પાવન પર્વને અનુલક્ષીને યાત્રાધામ પાવાગઢ ખાતે લાખો હજારોની સંખ્યામાં માય ભક્તો ઉમટી પડશે તેવી શક્યતાઓને પગલે માં કાલિકા મંદિર ટ્રસ્ટ પાવાગઢ અને સ્થાનિક વહીવટી તંત્ર, એસટી તંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા તમામ પ્રકારની આગોતરી તૈયારીઓ કરી તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હોવાની માહિતી મળવા પામી છે
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं