પોકેટ કોપ એપ્લીકેશનના માધ્યમથી વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢી બુલેટ મોટર સાયકલ કિ.રૂ.૯૦,૦૦૦/- સાથે બે આરોપીઓને ઝડપી પાડી વાહન ચોરીનો અનડિટેકટ ગુનો ડિટેકટ કરતી દાહોદ એ ડિવીઝન પોલીસ ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )
મે.નાયબ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા નાઓની સુચના હેઠળ મે.પોલીસ અધિક્ષકશ્રી ડો રાજદીપસિંહ ઝાલા સાહેબ દાહોદ, મે.મદદનીશ પોલીસ અધિક્ષક સાહેબશ્રી બિશાખા જૈન, દાહોદ વિભાગ દાહોદ નાઓએ મિલ્કત સબંધી વાહન ચોરીના બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા ટીમો બનાવી પોકેટકોપના માધ્યમથી વાહન ચેકીંગની ઝુંબેશ હાથ ધરવા સારૂ જરૂરી સુચના અને માર્ગદર્શન કરેલ.જે અનુસંધાને કે.એન.લાઠીયા પોલીસ ઇન્સ્પેકટર તથા તેઓના પોલીસ સ્ટાફના માણસોની ટીમ દાહોદ ટાઉન એ ડીવી. પો.સ્ટે.વિસ્તાર નાની રાબડાળ મુવાલીયા ક્રોસીંગ પાસે વાહન ચેકીંગમાં હતા દરમ્યાન ગરબાડા ચોકડી તરફથી એક કાળા કલરની નંબર વગરની બુલેટ મોટર સાયકલ ઉપર બે ઇસમો બેસીને આવતાં હોય તેઓને રોકતાં બુલેટ ઉભી રખાવતા તેઓ બુલેટ ઉભી રાખી ભાગવા જતાં બંને ઇસમોને પકડી પાડી તેઓ પાસે બુલેટની આર.સી. બુક તથા અન્ય કાગળો માંગતાં તેઓ કોઇ હકિકત નહી જણાવતા તેઓની પાસેની નંબર વગરની બુલેટ મો.સા.નો ચેચીસ નં.ME3U3S5C1GN042849 તથા એન્જીન નં. U3S5C0GN218509 નો હોય. જેથી મો.સા.ના ચેચીસ નંબર તથા એન્જીન આધારે પોકેટ કોપ તેમજ ઇ-ગુજકોપ એપ્લીકેશના માધ્યમથી તપાસ કરતા જેનો રજી.નંબર GJ-20-AE-4726 નો જેના માલીક SAPNABEN RAMESHCHANDRA KHATRI રહે.23,KANPAN COMPLEX_NI_BAJUMA JAYA MATAJI DOLATGANJ BAJAR DAHOD- 389151 નાઓ હોવાનું જણાઇ આવેલ. જેથી બુલેટ મો.સા. બાબતે તેઓની ઘનિષ્ઠ પૂછપરછ કરતા આજથી અઠવાડીયા પહેલા દાહોદ દોલતગંજ બજારમાંથી ચોરી કરી લઇ આવેલ અને તેઓ બંને જણા ઉપયોગ કરતા હોવાની કબુલાત કરેલ. હોય જે બાબતે ખાત્રી તપાસ કરતા કરાવતા નીચે મુજબનો વાહન ચોરીનો અનડિટેકટ ગુનો ડીટેકટ થવા પામેલ છે.
પકડાયેલ આરોપીઓનું નામ સરનામાઃ- (૧) સિદ્દીકહુસેન ઇસ્માઇલખાન જાતે પઠાણ રહે.છોટાઉદ્દેપુર વણઝારવાસ નટવરપુરા તા.જી.છોટાઉદેપુર (૨) આરીફભાઇ હુસેનભાઇ જાતે મકરાણી રહે.દાહોદ
માળીનો ટેકરો મદની નગર તા.જી.દાહોદ કબ્જે કરેલ મદ્દામાલ રોયલ એન્ફીલ્ડ બુલેટ મો.સા.રજી. નંબર GJ-20-AE-4726 નો જેના ચેચીસ નં.ME3U3S5C1GN042849 તથા એન્જીન નં. U3S5COGN218509 ની કિ.રૂ.૯૦,૦૦૦/-