પોશીના ખાતે કિશોરી મેળાનું આયોજન કરાયું
સાબરકાંઠા જિલ્લામાં મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી,સાબરકાંઠા દ્વારા “બેટી બચાવો બેટી પઢાવો" યોજના અંતર્ગત આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી નિમિત્તે પોશીના તાલુકાના દેલવાડા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય તથા દેલવાડા પ્રાથમિક શાળા ખાતે કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં આંતરરાષ્ટ્રીય દિકરી દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લામાં ૧૩ ઓક્ટોમ્બર સુધી કિશોરીઓ/દિકરીઓ માટે જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
કિશોરી મેળા અંતર્ગત ચીત્ર સ્પર્ધા,સંગીત ખુરશી સ્પર્ધા, મહેદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય તથા તૃતીય નંબર આવેલ દીકરીઓને મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતુ. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં અભ્યાસ કરતી કુલ ૧૦ અનાથ દીકરીઓને એજયુકેશ કીટ તથા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં અને દેલવાડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી કુલ ૧૯૩ દીકરીઓને હાઈજીન કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રોગ્રામ ઓફિસરશ્રી આઈ.સી.ડી.એસ દ્વારા વાનગી નિદર્શન સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા. તથા જીલ્લામાંથી સાઈબર ક્રાઈમ ટીમ,આરોગ્ય ટીમ, જિલ્લા મહિલા બાળ કચેરી ડી.એચ.ડબ્લ્યુ ટીમ દ્વારા મહિલાઓલક્ષી કાયદાકીય માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા સદસ્યશ્રી સોનલબહેન સોલંકી, દેલવાડા ગ્રુપ ગ્રામપંચાયતના સરપંચશ્રી બિજરીબેન બી ગમાર, જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી નીતાબેન જે ગામી,જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી સુરેશભાઈ પાંડોર, સર્વ શિક્ષા અભિયાન જીલ્લા કો-ઓર્ડિનેટરશ્રી મીનાક્ષી બહેન, પ્રોગ્રામ ઓફિસરશ્રી આઇ.સી.ડી.એસ.શ્રી મનિષાબેન તથા કિશોરીઓ ઉપસ્થિત રહી હતી.